________________
[ ૩૧૨]
શ્રી કપૂરવિજયજી પાંચમી ઉપમા મુનિને કમળની આપી છે. પંકજ નામ કમળનું છે. તે પંક એટલે કાદવમાંથી ઉત્પન્ન થાય છે અને જળથી વૃદ્ધિ પામે છે છતાં તે બંનેથી ન્યારું રહે છે તેવી રીતે ભેગ–પંકથી ઉત્પન્ન થઈ વિષય-જળથી વૃદ્ધિ પામ્યા છતાં મુનિજને તે બંનેથી કમળની જેમ ન્યારા-અલિપ્ત થઈ રહે છે અર્થાત મુનિરાજ સર્વ કામવિકારને તજી, નિષ્કામી થઈ, આત્મસમાધિમાં મગ્ન રહે છે. જેમ કમળ પિતાની સ્વભાવસિદ્ધ વાસનાવડે અનેક જનને આનંદ આપે છે, અનેક ભેગી ભ્રમરો તેના મકરંદનું પાન કરીને પુષ્ટ બને છે તેમ મુનિવર પણ પિતાની સહજ અધ્યાત્મવાસનાથી અનેક ભવ્યાત્માઓને આનંદકારી થાય છે. સેવારસિક કઈક નિકટભવી જન તેમના ઉપદેશામૃતનું અથવા તપસંયમાદિ અપૂર્વ ગુણમકરંદનું પાન કરી પુષ્ટ બને છે. એમ કમળની પેઠે ન્યારા-નિર્લેપ રહી ભવ્ય જનું હિત કરનાર અપ્રમત્ત મુનિવરો જ ખરેખર કલ્યાણ સાધી શકે છે. આવી આવી અનેક ઉત્તમ ઉપમાઓ મુનિજનોને આપી શકાય છે, તે અમુક ગુણના સાધમ્ય( સરખાપણા)ને લઈને જ સમજવી. ખરું જોતાં તે શુદ્ધ ભાવયુક્ત મુનિના સદ્દગુણની સાથે હેડ કરી શકે એવી કોઈ ચીજ આ ચરાચર જગતમાં જણાતી જ નથી, તેથી અનુપમ એવા અનગારમુનિવરો સર્વશિરમણભૂત પરમેષ્ટિપદે બિરાજે છે. એવા પવિત્ર પદને શોભાવનાર નિગ્રંથ મુનિવરના ચરણમાં અમારા કેટિશ: નમસ્કાર હે ! ૬.
હવે સમતામૃતથી જેમનું ચિત્ત સદા સિંચાતું હોવાથી જેઓ સર્વદા સુપ્રસન્ન રહે છે એવા સંત–સુસાધુપુરુષને રાગ