________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૧૧] રહેવું પડે છે ત્યારે ભવભીરુ મુનિ દ્રવ્યપ્રાણની દરકાર તજી નિર્મળ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગરૂપ પિતાના ભાવપ્રાણની જ રક્ષા તથા પુષ્ટિ કરવા સદા સાવધાન રહે છે અર્થાત્ મુનિવરની અપ્રમત્તતા બહુ જ ઊંચા પ્રકારની છે. આવા અપ્રમત્ત મુનિએ શીધ્ર મોક્ષના અધિકારી થઈ શકે છે.
ચેથી ઉપમા મુનિને મેરુપર્વતની આપી છે. સર્વ પર્વતેમાં મેરુપર્વત દેવગિરિ કહેવાય છે. તેના ઉપર અનેક દેવતાઓને નિવાસ છે. તે પર્વતનાં મૂળ એટલાં ઊંડાં અને મજબત છે કે ગમે તેવા પ્રલયકાળના પવનથી પણ તે ચલાયમાન થઈ શકતો નથી. જે મુનિ પિતાના વ્રતનિયમમાં નિશ્ચળ રહે છે, જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમમાં સદા સાવધાન થઈ અડગ પ્રયત્ન સેવે છે, જે પ્રથમ પુખ્ત વિચારપૂર્વક સુખે નિર્વહી શકાય એવી જ પ્રતિજ્ઞા લે છે અને કરેલી પ્રતિજ્ઞાને પ્રાણાન્ત સુધી અડેલ વૃત્તિથી પાળે છે, તે મુનિવરો સુવર્ણગિરિ સમાન નિશ્ચળ પરિણામી ગણાય છે. એવા મુનિવરોને દેવ, દાનવે પણ સ્વનિયમથી ચલાયમાન કરવા સમર્થ થઈ શકતાં નથી. એવા મુનિવરે અપ્રમતોગથી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ અનુક્રમે સઘળા ઘાતી કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાનાદિક અનંત ચતુય પામી આયુષ્ય સભાવે ઉપદેશવડે અનેક ભવ્યજનોનો ઉદ્ધાર કરે છે, અને અલ્પ આયુષ્ય હાય તો શેલેશીકરણ કરી બાકીના અઘાતી૩ કર્મનો પણ અંત કરી અજરામરપદને પ્રાપ્ત કરે છે.
૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યગુણનો ઘાત કરે એવા જ્ઞાનાવરણયાદિ ચાર કર્મ. ૨ ચૌદમા ગુણઠાણે શૈલેશ (મેરુપર્વત) પેઠે સંપૂર્ણ (નિશ્ચળતા-સ્થિરતા) યોગનિરોધ. ૩ નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ ચાર અઘાતિ કર્મ કહેવાય છે.