________________
[ ૩૧૦]
શ્રી કરવિજયજી ત્રીજી ઉપમા મુનિને ભારેડ પક્ષીની આપવામાં આવી છે. ભારંડપંખીનું જોડલું સદા સાથે જ રહે છે. મન, વચન અને કાયાથી તે સદા સરખી ક્રિયા કરે છે. એટલું બધું સાવધાનપણું તે સાચવી પિતાનાં કામ કરે છે કે તેમાં રંચમાત્ર ફેરફાર થતો નથી; તેમ છતાં જે કઈ વખતે કેઈની કંઈ પણ ગફલત થઈ જાય છે તે તે બંનેના પ્રાણ જાય છે. તેમના સ્વપ્રાણની રક્ષા એકબીજાની ખરી કાળજી અને ઉદ્યમ પર આધાર રાખે છે. એકની ગફલતથી બંનેને મરણત કષ્ટ પ્રાપ્ત થાય છે. આવી રીતે સર્વ પ્રમાદ તજી, અપ્રમત્તભાવે રહી મુનિ આત્મસાધન કરે છે. આગળ ભાઠેગાષ્ટકમાં ગ્રંથકારે જણાવ્યું છે કે “ભવભીરુ (જેને જન્મમરણાદિક દુઃખને ત્રાસ લાગ્યા છે તેવા ) મુનિને સંયમક્રિયામાં જેવું સાવધાનપણું સંપૂર્ણ તેલ-પાત્રધારીને અથવા રાધાવેધ સાધનારને રાખવું પડે છે તેવું રાખવું જોઈએ, અર્થાત્ સંયમસાધનામાં લગારે ગફલત અનર્થકારી છે. જેમ વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે અર્થાત વિશ્વવ્યાપ્તને જેમ અન્ય રસાયણિક વિષ આપવામાં આવે છે અને અગ્નિદગ્ધને જેમ અગ્નિવડે શેકાય છે તો તેને દંશ અને દાહ ઉપશમી જાય છે તેમ ભવભીરુ જને ઉપસર્ગથી ડરી જતા નથી, પણ ગમે તેવા ઉપસર્ગ–પરીસોને અદનપણે સમભાવથી સહી લે છે, અને એમ દુઃખ સહન કરવાવડે દુઃખને પ્રતિકાર કરે છે, એટલે સદ્વિવેકવડે સર્વ દુઃખને સહી ભવભવનાં દુઃખ દૂર કરી શકે છે.” આવી રીતે સસાધન વડે આ ભયંકર ભવસમુદ્રને સંપૂર્ણ રીતે તરી પાર પામવા જ્ઞાની મુનિઓ સદા સાવધાન રહે છે, તેથી તેમને શાસ્ત્રકારે ભારંડપક્ષીની ઉપમા આપી છે. ભારડને કેવળ પિતાના દ્રવ્યપ્રાણની રક્ષા કરવા સાવધાન