________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૦૯ ]
અપૂર્વ અમૃત રહેલું છે, જેના લાભ સ્વાભાવિક રીતે જગતને મળે છે. કહ્યું છે કે-“ મન, વચન અને કાયામાં (વિચાર, ઉપદેશ અને આચારમાં) અભિનવ અમૃતથી ભરેલા એવા કેટલાક સંતપુરુષાનું અસ્તિત્વ જગતમાં છે કે જે અનેક ઉપકારનાં કાર્યાવડે સર્વને સતાષ ઉપજાવે છે અને અન્યમાં રહેલા અમાત્ર ગુણુને પંત તુલ્ય લેખી પેાતાના દિલમાં પ્રસન્ન રહે છે.” જેમના આત્મામાં સર્વત્ર શાન્તિ વ્યાપી રહેલી છે એવા સંતપુરુષાને ચંદ્રમાની ઉપમા આપવામાં આવી છે તે અન્ય ઉપમાના અભાવે સમજવી.
બીજી ઉપમા સાયર-રત્નાગરની આપેલી છે. જેમ મહાસાગર અગાધ ઊંડા અને વિશાળ હોય છે તેમ જ તે અમૂલ્ય રત્નાથી ભરેલે! હાય છે. વળી તે રત્નાથી ભરેલે! હાવા છતાં છલકાઇ જઇ પેાતાનામાં રહેલા અમૂલ્ય રત્નાને ફેંકી દેતા નથી, પણ તેમને યત્નથી પેાતાની અંદર સાચવી રાખે છે તેમ નિગ્રંથ મુનિવરા પણ ઊંડા અર્થ-રહસ્યવાળા અગાધ અને વિશાળ જ્ઞાનરૂપી અમૃતરસયુક્ત નિર્મળ શ્રદ્ધા શીલ-સંતાષાદિક અમૂલ્ય ગુણરત્નાથી ભરપૂર હાય છે, તેમ છતાં તે પવિત્ર મુનિવરેા શાન્ત મહાસાગરની પેઠે સદા સ્વમર્યાદામાં રહે છે. કદાપિ સ્વમર્યાદા મૂકીને સ્વગુણુના પણ ગર્વ કરતા નથી. પેાતાને પ્રાપ્ત થયેલા સર્વ સદ્ગુણેને યત્નથી સાચવી રાખે છે. વિષય, કષાય કે વિકથાદ્વિક પ્રમાદાવડે પેાતાના છતા સદ્ગુણ્ણાના લેાપ થવા દેતા નથી. વળી સમુદ્રમાં તે કેવળ જડ રત્ના હાય છે અને ભાવમુનિમાં તે ખરાં ભાવરત્ના ભરેલા હાય છે. એમ સર્વ રીતે જોતાં મહા સાગર કરતાં મુનિમાં ઘણું મહત્ત્વ રહેલું છે, તેા પણ અન્ય ઉપમાના અભાવે મુનિને મહાસાગરની ઉપમા આપવામાં આવેલી છે.