________________
[ ૩૦૮ ]
શ્રી કપૂરવિજયજી સંયમના અભ્યાસથી નિરંતર ઉક્ત સમતા રસની વૃદ્ધિ થયા કરે છે, તેમાં જ રાજહંસની પેઠે મુનિવરેશ સદા નિમગ્ન રહે છે. એવી રીતે આત્માના સ્વાભાવિક સુખમાં લયલીન રહેનારા મુનિજનાને કઇ વસ્તુની ઉપમા દઇ શકાય ? સર્વાંશે સરખાવી શકાય એવી તેા એકે ચીજ નથી; વળી કાઇ અંશે સરખાવી શકાય એવી ઉત્તમ વસ્તુઓની જ ઉપમા મુનિજનાને આપવામાં આવે છે. એથી એવી મતલબ સમજવાની છે કે એ બધી ઉપમાએ સર્વ દેશીય નહિ, પણ એકદેશીય હાય છે. જેવી રીતે શક્રસ્તવ( નમુક્ષુણું )માં તીર્થકર મહારાજને વિવિધ પ્રકારની ઉત્તમ ઉપમા આપી છે તેવી રીતે અહીં પણ સમજી લેવુ.
શ્રીમત્ ચિદાન દજી મહારાજ શુદ્ધ નિ મુનિના ગુણગ્રામ કરતા થકા કહે છે કેઃ—
ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જિમ ગંભીરા; અપ્રમત્ત ભાર’ડ પેરે નિત્ય, સુરગિરિ સમ ચ ધીરા. અવધુ નિરક્ષ વિરલા કોઠ. પંકજ નામ ધરાય પંકેશું, રહત કમળ જિમ ન્યારા ચિદ્યાનનૢ એસા જન ઉત્તમ, સા સાહિમકા પ્યારા.
અવધુઃ
ચંદ્રમાં અમૃતિકરણ કહેવાય છે, તેનાં શીતળ કિરાને નિરખતાં જોનારની આંખને શીતળતા વળે છે, તેથી અધિક શીતળતા સંત–સુસાધુજનાનાં દર્શન કરતાં પ્રગટે છે. ચંદ્રમાનાં કિરણને સ્પર્શ થતાં ક્ષણિક તાત્કાલિક સુખ થાય છે ત્યારે સત્પુરુષાના સમાગમ થતાં ભવ્યાત્માને ચિરકાળ સ્થાયી. એવુ' સ્વાભાવિક સુખ પ્રગટે છે. સંતપુરુષાના યાગમાં કાઈ