________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૦૭] વડે અનુત્તર વિમાનવાસી દેવથી પણ અધિક સુખશાંતિ મેળવી શકે છે.” આ સર્વે અનુક્રમે અભ્યાસ કરાતા પરમાર્થ યુક્ત ચારિત્ર આશ્રયી વ્યવહારનયની અપેક્ષાએ કહેલું જાણવું. નિશ્ચયનયથી તો આત્મસ્વરૂપમાં રમણ કરનાર મહાશય અ૯પ સમયમાં મેક્ષનાં સુખ મેળવી શકે છે. એવા અનેક દષ્ટાંત શાસ્ત્રમાં મળી શકે છે. તેવા મહાપુરુષોનાં પવિત્ર ચારિત્રથી બોધ લઈ આપણે પણ યથાશક્તિ તેમના પતે પગલે ચાલવા ચીવટ રાખવી યુક્ત છે. એવી શાંતિ-સમતા-ક્ષમાના ચિર પરિચયથી આપણે પણ અવશ્ય અક્ષયસુખના અધિકારી થઈ શકશું. અપૂર્વ શમ-શાંતિ ! તારી બલિહારી છે. ૫
આવી રીતે શમયુક્ત ચારિત્ર પાળનાર મુનિજનેને મહિમા અચિંત્ય છે, તેનું કઈ રીતે વર્ણન થઈ શકે એમ નથી, તે વાત હવે શાસ્ત્રકાર પોતે જ જણાવે છે –
સ્વયંભૂરમણ નામને સમુદ્ર સર્વ સમુદ્રોથી મેટ છે, અસંખ્યાત જનપ્રમાણ વિશાળ છે, અગાધ જળથી ભરેલો છે; તો પણ તેની ઉપમા મુનિને ઘટતી નથી, કેમ કે મુનિમાં તે અપરિમિત સમતારસ હોવા છતાં તેમાં દિનપ્રતિદિન વધારો જ થતો જાય છે.
જે સમસ્ત તત્વને જાણે-ખુણે છે તે મુનિ કહેવાય છે.” અર્થાત્ જે સદ્વિવેકવડે સમસ્ત દુઃખદાયી સંગ(વિભાવ)ને ત્યાગ કરીને સદા સુખદાયી સ્વભાવરમણને સેવે છે તે જ મુનિ ભાવનિગ્રંથ ગણાય છે. તેવા મુનિજન આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણરૂપ પવિત્ર રત્નત્રયીના સેવનથી સદા સમતા રસમાં ઝીલે છે. વળી અપૂર્વ જ્ઞાનધ્યાન તથા તપ, જપ