________________
[૩૦૬ ]
શ્રી કરવિજયજી પિતાનું કલ્યાણ સાધી શકે છે. આત્મામાં ખરી શીતળતા પેદા કરે એવા તત્ત્વજ્ઞાનને લેશ પણ પામે દુર્લભ છે, તે જે પુણ્યાત્મા તેવા તત્વજ્ઞાનમાં સદા મગ્ન-તરબોળ રહે છે તેમનું તો કહેવું જ શું ?” મતલબ કે જે જ્ઞાનથી આત્મામાં ખરી શાંતિ–શીતલતા પેદા થાય તે જ જ્ઞાન, તે જ ધ્યાન, તે જ તપ અને તે જ શીલ પ્રશંસવા ગ્ય છે. જો કે સમકિતવંતમાં અનંતાનુબંધી કષાયના અભાવે કેટલાક અંશે ઉપશમભાવ તે હેાય છે જ, તો પણ અત્ર જે સમગુણનું વર્ણન કરેલું છે તે આત્મજ્ઞાનના દઢ અભ્યાસથી બહુધા કષાયમાત્રના ક્ષય ઉપશમથી ઉત્પન્ન થયેલા ગુણવિશેષ માટે જ સમજવાનું છે, અને તેની વ્યાખ્યા અષ્ટકના આરંભમાં જ આપેલી છે. આવા સમગુણના પ્રભાવથી જ પૂર્વે અનેક મુનિવરોએ શિવસુખ સાધ્યું છે. જ્યારે ગજસુકુમાલ મુનિના શિર ઉપર તેના સસરા સામિલે દુષ્ટ આશયથી ખેરના ધગધગતા અંગારા ભર્યા ત્યારે તે મુનિએ આત્મામાં જે અપૂર્વ શાંતિ અનુભવી તે આવા શમ પરિણામથી જ. શમને બીજો અર્થ અપૂર્વ શાંતિ, સમતા કે ક્ષમા કહી શકાય. અવંતીસુકમાલ, દહપ્રહારી, મેતાર્યમુનિ તેમ જ ખંધકસૂરિના ૫૦૦ શિષ્યોએ જે પરમપદ સાધ્યું તે આ અપૂર્વ ગુણના પ્રભાવે જ. આ અનુપમ ગુણની પ્રાપ્તિથી જ ચારિત્ર ચરિતાર્થ એટલે સફળ થાય છે. તે વિના ચારિત્ર ફેગટ કલેશરૂપ થાય છે. પૂર્વે મગ્નાષ્ટકમાં કહ્યું છે તેમ “સાધુના ચિત્તની પ્રસન્નતારૂપી તેજેલેશ્યાની વૃદ્ધિ ચારિત્રપર્યાયની વૃદ્ધિ સાથે વધતી જાય છે. તે આવા અપૂર્વ આત્મગુણના અભ્યાસી આશ્રયી સમજવું.” “ફક્ત ૧૨ માસની દીક્ષા પર્યાયવાળા સાધુ પોતાના ચિત્તની પ્રસન્નતા