________________
[ ૩૦૪ ]
શ્રી કપૂરવિજયજી વિષવૃક્ષો સમૂળગાં ઘસડાઈ જાય છે. જ્યારે બાહા વિષયમાં ભટકતું મન શુભ અભ્યાસવશાત તેમાંથી નિવતી શુભ આલંબનશે અંતર્મુખ થઈ સ્થિરતા પામે છે, અને ધ્યેય વસ્તુમાં ચિત્તની એકાગ્રતા થતાં અન્ય સર્વ સંક૯૫વિકલ્પની ઉપશાંતિ થવાથી જ્યારે શમસામ્રાજ્ય પ્રવર્તે છે ત્યારે રાગદ્વેષાદિક દુષ્ટ વિકારે આપોઆપ અદશ્ય થઈ જાય છે. ઉપા
ધ્યાયજી મહારાજે અન્યત્ર શ્રી શાંતિનાથજીની સ્તવના કરતાં કહ્યું છે કેતાહર ધ્યાન તે સમકિતરૂપ, તેહિજ જ્ઞાનને ચારિત્ર તેહ છે જી; તેહથી રેજાયે સઘળાં પાપ, ધ્યાતારે ધેય સ્વરૂપ હાયે પડે છે. ૪ દેખીરે અદ્દભુત તાહરું રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદ વરે; તાહરી ગતિ તું જાણે હે દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરે છે. પણ
આવી રીતે થેય સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા થતાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રને અદ્દભુત લાભ પામી આત્મા અંતે અજર અમર પદને ભોક્તા થઈ શકે છે. આમ પ્રસંગેપાત ધ્યાનનું પણ સ્વરૂપ વર્ણવી તેને પ્રભાવ વર્ણવ્યા છે; તે શમ-સામ્રાજ્યનું પ્રબળ સાધન હોવાથી હવે સર્વ ગુણેને અભ્યાસ કરતાં સાધુજનેએ શમનું પ્રધાનપણું સ્વીકારી તેને સદાકાળ જાળવી રાખવું જોઈએ. એ હકીકતને જ સ્પષ્ટ કરતા થકા ગ્રંથકાર જણાવે છે કે—ક,
તમારું નામ આ મહાગંભીર અર્થસૂચક સૂત્રવચન જે મહાનુભાવ સાધુઓ સદા સરહસ્ય સંભારી રાખે છે તેઓ તો સારી રીતે સમજ સાથે આત્માથી પણે સ્વીકારે છે