________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૩] - પિંડસ્થાદિક ધ્યાનનું સુખ અનુભવગમ્ય હોવાથી તેના અભ્યાસીને જ તે પ્રાપ્ત થાય છે. ઉપરના પદ્યમાં પિંડસ્થાદિક ધ્યાનનું વર્ણન કરેલું છે અને તેનો ઉપાય પણ બતાવ્યા છે. રેચક, પૂરક, કુંભક અને શાંતિકવડે શરીરમાં રહેલા અનેક જાતના વાયુનો નિગ્રહ કરે અને એમ કરીને મનને સ્થિર કરવું. મનને અને વાયુને કંઈ એવો ગાઢ સંબંધ છે કે વાયુની સ્થિરતાએ મનની પણ સ્થિરતા થાય છે, એથી જ વાયુનો નિરોધ કરવાની જરૂર રહે છે. તન મનને બાધાકારી મળનું ઉપર બતાવેલી ક્રિયાથી શોધન થાય છે, અને તેમ થતાં તન મન ચેખાં થાય છે; પરંતુ એ ક્રિયા કરતાં પહેલાં ગુરુગમ લઈ તે મુજબ વર્તવા કાળજી રાખવી જોઈએ, નહિ તો ઊલટું નુકશાન થવા સંભવ છે. આ દ્રવ્ય રેચકાદિ ક્રિયા ઉપરાંત પ્રથમ ભાવ રેચકાદિકનું સ્વરૂપ સમજાવ્યું છે. તેની પ્રાપ્તિ થયે જ સર્વ પ્રયત્ન સફળ થાય છે. મનની સ્થિરતા થતાં તે સર્વ સુસાધ્ય થાય છે. જેમ પવન પડી જતાં–શાન્ત થતાં વાધેલી મેઘની ઘટા નિષ્ફળ જતી નથી તેમ મન સ્થિર થતાં–શાન્ત થતાં સમાધિરૂપ મેઘઘટા વધતી જઈ અમેઘ વૃષ્ટિને કરે છે. તેમાં પણ જે પુન: ચિત્તની અસ્થિરતારૂપ વાયુની ઉદીરણા થાય તે તે વાધેલી સમાધિરૂપ મેઘની ઘટા પાછી વીખરાઈ જાય છે. પરંતુ પૂર્વપ્રયત્નયેગે પ્રગટેલી ચિત્તની સ્થિરતા એમની એમ જળવાઈ રહે, પ્રતિકૂળ સંગે વિખરાઈ ન જાય તો તેથી અવિચ્છિન્ન સુખ-સમાધિરૂપ મેઘની વૃષ્ટિ થાય છે, અને એવી રીતે અવિચ્છિન્ન સુખ-સમાધિની વૃષ્ટિ થવાથી દયારૂપી નદી છલકાઈ જાય એવું શમ(શાંતિ )રૂપ પાણીનું પૂર એટલું બધું વધે છે કે તેથી પાંચ ઇંદ્રિના સકળ વિષયવિકારરૂપ