________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૫] વાહ વાહ કહેવરાવવા માટે કરેલે વ્યય વિશિષ્ટ ફળદાયી થતો નથી, તે પછી કપટ સહિતનું તો કહેવું જ શું? એથી તે ઊલટું આત્માને અધિક નુકશાન થાય છે, પરંતુ જે પવિત્ર ઉદ્દેશથી પરમાર્થ દષ્ટિપૂર્વક કોઈપણ સત્કાર્યમાં લાકસમુદાયનું આકર્ષણ કરવા–તેમનું મન રંજિત થાય તેવી પ્રવૃત્તિ કરાય તે તેમાં કશે બાધ જણાતો નથી. અર્થાત્ ધર્મની ઉન્નતિ માટે લોકરંજન કરવું ઉચિત છે, પણ લોકરંજન માટે ધર્મકરણ કરવી ઉચિત નથી, એમ સમજી શાણા માણસોએ લોકદેખાવો કરવાની બૂરી ટેવ તજી જેમ આત્માનું અધિક હિત થાય તેમ પવિત્ર લક્ષથી સંભાળપૂર્વક નિર્મળ ધર્મકરણ કરવા યથાશક્તિ ઉદ્યમ કરવો જોઈએ, સદ્વિવેકવડે કરેલી કરણ જ યથાર્થ ફળ આપી શકે છે. જેમ વિવેકથી શસ્ત્ર ધારણ કરનાર તેના સદુપયેગવડે સ્વપરનું રક્ષણ કરે છે, પણ અવિવેકથી તેને અવળે ઉપયોગ કરનાર ઊલટું સ્વપરનું અહિત જ કરે છે, તેમ જ્ઞાન અને ક્રિયાના ઉપગ આશ્રી સમજવું. સદ્વિવેકવડે જ્ઞાન અને ક્રિયાનો સદુપયેગ કરનાર અમૃત જેવી શાંતિ અનુભવે છે, પણ તેને ગેરઉપગ કરનાર અવિવેક વેગે ઊલટો કલેશ જ પામે છે. સદ્વિવેગે કઈક ભવ્ય જનેને જે જ્ઞાનક્રિયા વડે ઉદ્ધાર થયેલું છે તે જ જ્ઞાનક્રિયા તેના ગેરઉપગવડે શસ્ત્રની જેમ સ્વપરનો સંહાર કરે છે. આનું ફલિત એવું નીકળે છે કે જે જ્ઞાનક્રિયા અથવા નિશ્ચય વ્યવહારના સમાશ્રયથી સદ્વિવેકવડે સુભગ જને શમામૃતનો આસ્વાદ કરી શકે છે, તેના જ ગેરઉપયોગથી અવિવેકવડે દુર્ભગ જને કેવળ કલેશ પામે છે. આ પ્રસંગે સકળ હઠવાદ તજી શિષ્ટ પુરુષના સમય અનુસાર નિર્દભ આચરણ સેવી