________________
[ ૨૯૪ ]
શ્રી કરવિજયજી શરૂઆતમાં જ સાધ્યસિદ્ધિ માટે ખાસ જરૂરના વ્યવહારની અવગણના કરે છે તે મૂખની પંક્તિમાં ગણાય છે. કેઈ પણ કાર્યની સંપૂર્ણ સિદ્ધિ થયા બાદ તેનાં કારણે સેવવાની જરૂર રહેતી નથી તેમ મેક્ષરૂપી સ્વકાર્ય સંપૂર્ણ સિદ્ધ થયા બાદ વ્યવહાર સાધનરૂપ કારણની જરૂર રહેતી નથી, પરંતુ તેને માટે અવશ્ય સેવવા યોગ્ય વ્યવહારને તદ્દન ત્યાગ કરી મોક્ષની આશા રાખવી તે તે બીજ વિના ફળની આશા રાખવા બરાબર છે; માટે કોઈ પણ મેક્ષાથીએ નિશ્ચય વ્યવહારના સંબંધમાં કાર્યકારણભાવને અવધારી, કદાપિ પણ કદાગ્રહ કરી એકાંત પક્ષ ગ્રહ નહીં; કેમ કે તે હઠ ગ્રહણ કરી સ્વપરના અહિતમાં વૃદ્ધિ કરવી તે કરતાં બીજી કઈ વધારે મૂખોઈ નથી.
વળી જે કપટક્રિયા કરીને બીજા મુગ્ધજનોને ઠગે છે તે પણ પથ્થર જેવા કઠોર હૃદયવાળા હોવાથી જાણી જોઈને સ્વપરને આ સંસાર-સમુદ્રમાં બુડાડે છે. જે ગુણને ગંધ પણ પિતાનામાં આવ્યું નથી, એવા ગુણનો પોતાનામાં ઉદય થયે હોય તેવો મિથ્યાડંબર કરી, અન્ય અજ્ઞજનને અંજાવી નાંખી સ્વપરને દુર્ગતિના દાવાનળમાં ફેંકી દે છે. આવા પ્રકારની પ્રગટ અનીતિથી અધર્મની વૃદ્ધિ થાય છે અને તેના કડવાં ફળ ઘણાં મુગ્ધજનોને ભેગવવાં પડે છે. તે મહાપાપી મહાઅધમી અનીતિના પ્રવર્તક મૂર્ણ—મતિહીન જ છે. એ ગ્રંથકારને ઊંડે આશય સમજી શકાય છે. વળી “જન મન રંજન ધર્મનું, મૂલ ન એક બદામ' એ ન્યાયે વિચારતાં પણ કપટકરણીથી કંઈ પણ લાભ સંભવતો નથી. - અરે કપટ વિના પણ પરમાર્થન્ય ચિત્તથી, લેકમાં કેવળ