________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૯૭] લેપ થાય એ એકાંત નિશ્ચય પક્ષ પિતે અંગીકાર કરે જ નહીં, તેમજ તે અવિચારી ઉપદેશ પણ અન્યને આપે નહીં. જેના માર્ગની શિલી જેણે સારી રીતે જાણું-નિરધારી હોય તે નિશ્ચય અને વ્યવહારના પક્ષે પિતાનું વર્તન કેવું રાખે તે તેનું કલ્યાણ થાય તેને ખુલાસો શાસ્ત્રકારે પોતે જ અન્યત્ર નીચે પ્રમાણે કરેલું છે કે
નિશ્ચિત દષ્ટિ હૃદય ધરી છે, જે પાળે વ્યવહાર;
પુણ્યવંત તે પામશે જ, ભવસમુદ્રને પાર.” આમાં સ્પષ્ટ સમજાય એવું છે કે નિશ્ચિત લક્ષ એટલે સાધ્ય વસ્તુરૂપ નિશ્ચયને હદયમાં ધારી રાખી તે સાધ્યને સિદ્ધ કરવા પ્રબળ સાધનરૂપ વ્યવહાર ક્રિયાનું જે સેવન કરે છે તે અંતે સ્વઈષ્ટસિદ્ધિ સાધી શકે છે. મતલબ કે જે સાધ્યની સિદ્ધિ કરવા ઈચ્છતો છતો તેના સાધનરૂપ વ્યવહારની ઉપેક્ષા કરે છે તે સ્વસાધ્યની સિદ્ધિ કરવા સમર્થ થઈ શકતો નથી. તેમ જ જે સાધ્યશૂન્યપણે કેવળ અંધ વ્યવહારને જ આશ્રય કરે છે અર્થાત્ મનમાં સ્વસાધ્યને નિશ્ચય કર્યા વિના કેવળ અંધક્રિયા કર્યા કરે છે તે પણ વ્યવહાર-ક્રિયા કરતે છતે કંઈ પણ સ્વહિત સાધી શકતું નથી. બહુ બારીક દષ્ટિથી વિચારતા બંનેમાં અરસપરસ કાર્યકારણ સંબંધ રહે છે. જેમ જેમ વ્યવહારની શુદ્ધિ તેમ તેમ સાધ્યસિદ્ધિમાં સરળતા પ્રાપ્ત થાય છે, પરંતુ જે વ્યવહાર માત્રની ઉપેક્ષા કરી એકાંત નિશ્ચય પક્ષને જ ગ્રહે છે તે એકડા વિનાના મીંડા કરવા જેવું કરે છે. એકવારૂપ વ્યવહારપૂર્વક નિશ્ચય સ્થાને ધારેલી સર્વ
જે સફળ થાય છે. ઉક્ત હેતુથી સિદ્ધ થાય છે કે જે