________________
[૨૨]
શ્રી કરવિજયજી પરંપરા જાણ કોને કરુણા ન ઉપજે? મિથ્યાડંબરથી કોઈનું કલ્યાણ થયું નથી અને થવાનું નથી, પરંતુ તેથી અકલ્યાણ, અશિવ કે ઉપદ્રવ તે પગલે-પગલે થાય છે–થવા સંભવ છે, છતાં ખેદની વાત છે કે મૂર્ખ માયાવી લેકે તે મધલાળને છેડતા જ નથી. જે ભવભીરુ લોકો સર્વ માયાપ્રપંચ તજી નિષ્કપટપણે સર્વજ્ઞ પ્રભુના પવિત્ર વચનાનુસારે યથાશક્તિ ધર્મકરણ કરવા ઉજમાળ રહે છે તે ભાગ્યશાળી ભવ્ય અવિરુદ્ધ માર્ગને શુદ્ધ અંત:કરણથી આદરતા અનુક્રમે ઉપર કહ્યા મુજબ ઉદાસીન વૃત્તિને પામતાં શાંતરસને (શમસુખનો) અનુભવ કરવા શક્તિવાન થાય છે. પરંતુ એથી ઊલટા ચાલનારા લોકે શમસુખથી સદા બેનસીબ જ રહે છે, તે પછી તેવા કમનસીબ જનોને મુક્તિનાં શાશ્વતા સુખની તો આશા જ શી? શાશ્વત સુખના અથી જનેએ સ્વેચ્છાચારીપણું તજી નિષ્કપટપણે જિનચરણમાં આત્માર્પણ કરવું જોઈએ. તેથી વિપરીત ચાલનારને ગ્રંથકારે સમાધિશતકમાં સખ્ત ઉપાલંભ આપતાં કહ્યું છે કે
મારગ અનુસારી ક્રિયા, છેદે સો મતિહીન,
કપટરક્રિયા બલ જગ ગે, ભી ભવજલમીન. - આને ભાવાર્થ એ છે કે જેથી જીવ સન્માર્ગે ચઢે એવી વ્યવહાર–શૈલી મરડી જે નિશ્ચય પક્ષને જ પોતે ગ્રહે છે અને અન્ય મુગ્ધજનેને પણ નિશ્ચય પક્ષની જ વાત કહી વ્યવહારમાર્ગથી વિમુખ કરે છે તે જોન માર્ગથી વિપરીતચારી મૂર્ણ—મતિહીન છે, કેમ કે જે જેનમાર્ગનું યથાર્થ રહસ્ય જાણે તે તે મુખ્યપણે સેવવા-આદરવા યોગ્ય વ્યવહારશૈલીને