________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૯૧ ] રહેણમાં જ રાચે છે-રહેવું પસંદ કરે છે. આવા વિવેકી જને જ શમરસને આસ્વાદવા શક્તિવાન થાય છે. “જેવી જેની મતિ તેવી જ તેની ગતિ ” આ નાનકડું પણ ઊંડું વાકય બહુ આલેચવા ગ્ય છે. “ સરલ સ્વભાવીનું જ કલ્યાણ થવાનું છે ” એ વાય પણ વારંવાર સ્મરણ કરવા એગ્ય છે. માયાવી માણસની કરણી કુલટા નારીના પ્રપંચ જેવી નિંદનીય છે. માયા ધર્મની વિધિની હોવાથી મુમુક્ષુ જનોએ તેને અવશ્ય વજેવી જરૂરી છે. અધ્યાત્મસારમાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે સ્પષ્ટ જણાવ્યું છે કે “આ કાર્ય આમ જ કરવું અને આ કાર્ય આમ ન જ કરવું એ એકાંત વિધિનિષેધ જિનેશ્વર ભગવાને ઉપદેશ્ય નથી, પરંતુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને પૂરતો
ખ્યાલ રાખીને કરવા ગ્ય કાર્યમાં કિંચિત્ માત્ર કપટ તો ન જ કરવું, એવી એકાંત આજ્ઞા જિનેશ્વર , ભગવાને કરેલી છે.” એ આજ્ઞાને વિરાધી સ્વચ્છ દે ચાલનાર અને માયાકપટ કરી મિથ્યાડંબર બતાવનાર પ્રાણીઓ અવશ્ય અધોગતિગામી થાય છે. પરંતુ પ્રભુની પવિત્ર આજ્ઞાને જે ભવભીરુ અને સરળપણે સેવે છે તે જરૂર પોતાના પુરુષાર્થના પ્રમાણમાં સુખે સ્વઉન્નતિ સાધી શકે છે. શિષ્ટ પુરુષોએ પોતે સેવેલે અને ભવ્ય જીવોના એકાંત હિતને માટે બતાવેલ સીધેસરળ માર્ગ મૂકી શામાટે માયાવાળા વિષમ માગે ચાલવું જોઈએ? માયાજાળવડે મુગ્ધ જનેને ફસાવવા પ્રયત્ન કરતાં કોઈ વખત કરોળીઆની માફક પોતે જ તેમાં ફસાય છે, અને ભૂંડે હાલે મરે છે. મહામાઠી વેશ્યા(અશુભ અધ્યવસાય)થી કમોતે મરી તે દુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. આવી રીતે પિતાની જ અવળી મતિથી અવળી કરણ કરનાર માયાવી લોકોની દુઃખ