________________
[ ૨૯૦ ]
શ્રી કરવિજયજી યોગીશ્વરે નિરંતર ગુણશ્રેણીમાં આગળ ચઢતાં અંતે અવિનાશી પદને અવશ્ય પામે છે. તેમનું દર્શન ભવ્ય ચકોરને અમૃત જેવું પ્યારું લાગે છે. તેમની મુખમુદ્રા ચંદ્રના જેવી શીતળ હોય છે. તેમનું હૃદય સમુદ્ર જેવું ગંભીર હોય છે. અસંખ્ય ગુણના નિધિ હોવા છતાં તે એકાંત ગુણગ્રાહક અને હિતવત્સલ હોય છે. સ્વસંયમયેગમાં ભારંડ પક્ષીની પેઠે અપ્રમત્ત-સર્વથા પ્રમાદ રહિત હોય છે અને મેરુપર્વતની જેવા નિશ્ચળ પરિ. ણામી હોય છે, અર્થાત ગમે તેવા ઘેર પરીસહ-ઉપસર્ગથી પણ ચલાયમાન થતા નથી. આવા ગીંદ્ર પુરુષો વિશ્વવંદ્ય કેમ ન હોય? એવા મહાપુરુષ પંકજની પેઠે પાપ પંકથી કદાપિ લેપાતા નથી. શરદઋતુની જેવા સ્વચ્છ હૃદયવાળા હોવાથી તેમને કર્મમળ લાગતો જ નથી. કમળની જેમ તેમનું મન સાંસારિક પ્રપંચથી ન્યારું જ રહે છે, અને એવી રીતે મન માયિક પ્રપંચથી મુક્ત થતાં શરદઋતુના નીરની જેવું નિર્મળ બની જાય છે. એટલે “કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર’ એ ન્યાયે એવા ઉત્તમ પુરુષો પરમપદને પામે એમાં આશ્ચર્ય શું? એવા સંતપુરુષોના સદુપદેશને સાવધાનપણે શ્રવણ કરી જે સહૃદય ને તેને સમ્યફ પ્રકારે અનુસરે છે તે પણ અનુક્રમે સર્વ દુઃખને અંત કરી અક્ષયઅવિચળ પદને પામે છે. “કહેણ પ્રમાણે રહેણું” પાળનાર પ્રમાદ રહિતને સર્વત્ર ફ્રેમ હોય છે. કહ્યું છે કે-જગતના સર્વ જંતુએને આત્મ સમાન લેખનાર, પરદ્રવ્યને ધૂળના ઢેફા જેવું ગણનાર, અને પરસ્ત્રીને પોતાની માતાતુલ્ય માનનાર માણસ જ ખરે જ્ઞાની છે.” સાચી કરણ વિના લુખી કથની માત્રથી કશું વળતું નથી, એમ સમજનારા સુજ્ઞ પુરુષો સદા સાચી