________________
લેખ સંગ્રહ : ૬
[ ૨૮૯] ચંદ્રસમાન સોમ્યતા જાકી, સાયર જિમ ગંભીર અપ્રમત ભારેડ પરે નિત્ય, સુરગિરિ સમ શુચિ ધીરા, અવધુત્ર પ પંકજ નામ ધરાય પંકણું, રહત કમળ જિમ ન્યારા; ચિદાનંદ એસા જન ઉત્તમ, સે સાહેબકા યાર. અવધુત્ર ૬
ઉપલા પદ્યમાં જે બહુ અગત્યની વાત કહેલી છે તે એ છે કે–આમાનંદી-આત્મારામી-સ્વભાવરમણી સાધુજને જ નિચે સ્વપરહિત સાધી શકે છે અર્થાત્ એવા સમસ્વભાવી પુરુષો જ સ્વપરને તારવા સમર્થ થઈ શકે છે, કેમ કે તેવા પુરુષ એકાંત સુખદાયી વીતરાગ માર્ગને જ અનુસરે છે. તે
ત્કર્ષ કરતા નથી પરંતુ નિવૃત્તિમાર્ગને જ અનન્ય ભાવે આદરી અનુપમ શાંતરસમાં ઝીલે છે. એવા મહાશય મુનિઓ, વૈરાગ્ય પરાકાષ્ઠાએ પહોંચવાથી પૂર્વે વખાણેલી ઉદાસીનદશાને સાક્ષાત્ અનુભવે છે. તેમને રાજા અને રંક, પથ્થર તેમજ તૃણ અને મણિ સરખા પ્રતિભાસે છે. તેમાંથી કોઈ એક ઉપર રાગ કે અન્ય ઉપર દ્વેષ તેમના મનમાં આવતો નથી. તેમને કઈ વસ્તુમાં પ્રતિબંધ હોતો નથી. અત્યંત મનહર અસરા અને અતિ ભયંકર નાગણીના સ્પર્શમાં તેમને સમાનભાવ હોય છે, અર્થાત ગમે તેવી મોહક મહિલાના વિષયપાશમાં તે પડતા નથી, કેમ કે વિષયવાસનાને તેમણે નિર્મૂળ કરી હોય છે. વળી તે વાસી ચંદન સમાન હે ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ પરીસહ-ઉપસર્ગમાં અડગ-અચળ રહી શકે છે. નિંદા કે રસ્તુતિ તેમના મન ઉપર અસર કરી શકતી નથી. માન અપમાન સંબંધી સઘળા સંકલ્પવિકલ્પ શમી ગયા હોય છે. એવા પ્રબળ
૧૯