________________
[૨૮૮]
શ્રી કપૂરવિજયજી અનુભવવાને માટે પ્રસંગ કઈ મુમુક્ષુને કદાપિ ન મળે એમ આપણે અંત:કરણથી ઈચ્છશું. તે માટે દરેક મુમુક્ષુએ સ્વસંયમમાં કેવી શુદ્ધ કાળજીથી પ્રવર્તવું જોઈએ તેનો શાસ્ત્રકાર પોતે જ ખુલાસો કરે છે.
વિવિધ પ્રકારના શુભાશુભ કર્મના ભેગે પ્રાપ્ત થતા સુખ, દુ:ખ, સંપત, વિપત, માન, અપમાન અને જશ, અપજશ વિગેરે વિચિત્ર ભાવોમાં કેવળ સાક્ષીરૂપે ઉદાસીન રહી જે મહાનુભાવ ત્રિભુવનવતી સકળ જંતુઓને આત્માના મૂળ સ્વરૂપને લક્ષમાં રાખી સ્વસમાન લેખે છે એવા ઉદાર આશયવાળા સમપરિણામી સજજને અવશ્ય આત્મકલ્યાણ સાધી શકે છે. આવા કલ્યાણાથી સજજને જગતમાં વિરલા જ સંભવે છે. જેમ જાતિવંત રત્ન ઠેકાણે ઠેકાણે મળતાં નથી અને ચિંતામણિ રત્ન તે અત્યંત દુર્લભ જ છે તેમ શાંતરસમાં નિમગ્ન થઈ રહેનારા મુમુક્ષુ જને પણ વિરલા દેખાય છે. શ્રી ચિદાનંદજી મહારાજે પણ એવા ઉદ્દગાર કાઢ્યા છે કે – નિરપક્ષ વિરલા કેઈ, અવધુ નિરપક્ષ વિરલા કઈ દેખ્યા જગ સહુ જઇ, અવધુ નિરપેક્ષ વિરલા કેઇ. અવધુ. ૧ સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોઈ અવિનાશી કે ઘરકી બાતાં, જાણેગે નર સેઇ. અવધુત્ર ૨ રાવરકર્મો ભેદ ન જાણે, કનક ઉપલ સમ લેખે; નારી નાગિણુંકે નહિ પરિચય, સે શિવમંદિર પેખે.અવધુત્ર ૩ નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હરખ શાક નવિ આણે તે જગમેં જોગીશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે. અવધુત્ર ૪