________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૮૧] જેનું સેવન કરવાથી આત્મા અજરામરપણું પામે, એટલે જન્મ, જરા અને મરણના દુઃખથી સર્વથા મુક્ત થઈ પરમ નિવૃત્તિસુખને પ્રાપ્ત કરી શકે. સર્વ ઉપાધિથી મુક્ત થઈ શાશ્વત એવું નિરુપાધિક સુખ પામી શકે. જ્ઞાની પુરુષો ખરું રસાયણ તેને જ માને છે કે જેનું સેવન કર્યા બાદ પ્રાણીને કર્મરોગ નડે જ નહિ, રાગ, દ્વેષ અને મોહાદિક વિકાર પ્રભવે જ નહિં અને આત્માની સહજ ઉત્તમ પ્રકારની પુષ્ટિ થાય; જેથી તેની કદાપિ અધેગતિ તો થાય જ નહિ. ખરું ઐશ્વર્ય પણ અનુભવી પુરુષો તેને જ માને છે કે જેની ઉપર દુનિયામાં કોઈનું સ્વામી પણું સંભવે જ નહિ અને કોઈની પાસે દીનતા દાખવવી પડે જ નહિ. એવું એકાંતિક અને આત્યંતિક સ્વતંત્ર સુખ સદાને માટે પ્રાપ્ત થવા માટે જ સર્વ પ્રયત્ન કરવા ગ્ય છે. તત્ત્વથી વિચારતાં આવું અનુપમ અમૃત, આવું અપૂર્વ રસાયણ અને આવું અભિનવ એશ્વર્યા તે સમગ્રજ્ઞાનરૂપ જ છે, જેથી સમતાગુણની પ્રાપ્તિ અને પુષ્ટિ થાય છે, જેથી નિર્દોષ એવા ચારિત્રમાં રતિ થાય છે અને અનુક્રમે રત્નત્રયીનું આરાધન કરતાં પ્રબળ પુરુષાર્થયેગે સર્વ કર્મ–ઉપાધિનો સર્વથા અંત થવાથી સહેજે નિરુપાધિક એવું શિવસુખ પ્રાપ્ત થઈ શકે છે. આવું અનુપમ અમૃત, અપૂર્વ રસાયણ અને અભિનવ ઐશ્વર્ય તજીને કેણ તત્ત્વદષ્ટિ જનકલ્પિત અમૃત, રસાયણ કે એશ્વર્યને માટે ક્ષણિક સુખની લાલસાએ ઉદ્યમ કરે? શાંતસુખદાયી અને સમતાકારી સમ્યજ્ઞાનમાં જ સર્વ કઈ કલ્યાણાથી જનની શુદ્ધ પ્રેમપૂર્વક પ્રવૃત્તિ થાઓ. મુક્તિપુરીનો એ જ મુખ્ય માર્ગ છે. ૮
[ જે. ધ. પ્ર. પુ. ૨૫, પૃ. ૧૬૫, ૧૯૪, ૨૨૬ ]