________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૭૯ ] સારણાદિક ગચ્છમાંહે કરતા, પણ રમતા નિજ ઘર હો. રંગી- ૨ દ્વાદશાંગ સક્ઝાય કારણકે, જે નિશદિન તત્પર હો. રંગી૩ એ ઉવઝાય નિર્ધામક પામી, તું તો ભવસાયરસુખે તર હો. રંગી૪ જે પરવાદીમતગજકેરે, ન ધરે હરિ પરે ડર હો. રંગી૫ ઉત્તમ ગુરુ પદપદ્મ સેવનથં, પકડે શિવવધુ કર હો. રંગી૭
સમ્યજ્ઞાનદર્શનના યોગે વસ્તુસ્વરૂપને યથાર્થ વિચારીનિરધારીને જેણે પરસ્પૃહાને કેવળ દુઃખદાયી જાણીને પરિહરી છે એવા ગીપુરુષને સ્વાભાવિક રીતે જ રાયકમાં ભેદ રહે નહિં. એવા સંતપુરુષની સમીપે જે કઈ ભવ્ય આવે તે ભેદભાવરહિત કલ્યાણને માગે પામી શકે. ફક્ત આવનારની બુદ્ધિ કલ્યાણ સાધવાની હોવી જોઈએ. જે એવી શુદ્ધ બુદ્ધિથી રાજા કે રંક આવે તો તે બંને તેમની પાસેથી સંતોષ પામીને જ જાય એમાં કંઈ શક નથી. જેમ ઇદ્ર પોતાના પરિવારનું સારી રીતે પાલન કરે છે તેમ ગચ્છનાયક પણ પોતાની પાસે વસનાર સાધુસમુદાયની સારી રીતે સારણદિકવડે સંભાળ રાખે છે, તેમની ઉપેક્ષા કરતા નથી, છતાં પોતાની સહજ સમાધિમાં તૂટી આવવા દેતા નથી. જેની સમીપે નિરંતર શાસ્ત્ર અધ્યયન સંબંધી પઠન પાઠનરૂપ નંદીઘોષ થયા જ કરે છે એવા સમર્થ સાધુપુરુષનું શુદ્ધ શ્રદ્ધાપૂર્વક આલંબન લેનારને પણ જન્મમરણને કશો ભય રહેતો નથી, એમ સમજીને અનેક આત્માથી” સાધુ અને શ્રાવકજને આત્મકલ્યાણને માટે આવા સમર્થ યેગીનું શરણ લે છે.
સ્વપરસમયના જાણ એવા સમતાભાવી યેગીશ્વર કઈ પણ પરવાદીને કંઈ પણ ભય રાખતા નથી. સમતાપૂર્વક