________________
[૨૭]
શ્રી કપૂરવિજયજી થયેલા મુમુક્ષુઓને કેવું સુખ છે તેનું કંઈક સ્વરૂપ પ્રતિપાદન કરવાને શાસ્ત્રકાર કહે છે. ૬.
મહામલિન વાસના-બુદ્ધિને પેદા કરનાર અભિનિવેશાદિજન્ય મિથ્યાત્વને મૂળથી નાશ કરવાને સમર્થ એવા સમજ્ઞાન તથા દર્શનવડે શોભિત મુનિ ઇંદ્રની પેઠે નિભીક થઈ સમતાશચીની સાથે સહજ સમાધિવનમાં સુખપૂર્વક ક્રીડા કરે છે. સમાધિ શતકમાં ઉપાધ્યાયજી મહારાજે એ જ વાતનું સમર્થન કર્યું છે.
જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ; મુનિ સુરપતિ સમતા શચી, રંગે રમે અબાધ.
જેને સમ્યજ્ઞાનરૂપ વિશાળ વિમાન (વાહન) છે અને નિર્મળ આચારવિચારરૂપ વજી મહાદિક કર્મવર્ગને વિદારવા સમર્થ સાધનભૂત છે, અને ઉત્તમ પ્રકારની સમતારૂપી ઈંદ્રાણુ જેના ઉસંગમાં સદા વિદ્યમાન છે એવા ગીશ્વર મુનિ ઇંદ્રની પેઠે નિરાબાધપણે સહજ સમાધિરૂપ નંદનવનમાં અહર્નિશ આનંદ કરે છે.”
એવા ગીપુરુષનું કિંચિત્ સ્વરૂપ શ્રી પદ્મવિજયજી મહારાજ નવપદજીની પૂજામાં “ઉપાધ્યાય” પદની સ્તુતિ કરતાં કહે છે –
દુહા.
ચેાથે પદ પાઠક નમું, સકળ સંઘ આધાર. ભણે ભણાવે સાધુને, સમતાસ ભંડાર. ૧
ઢાળ-રાગ વસંત. તું તે પાઠક પદ મન ઘર હો, રંગીલે છઉરા! એ ટેક. રાય રંક જસુ નિકટ આવે, પણ જસ નહિં નિજ પર હે. રંગી- ૨