________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૭૭] ગરજ રહેતી જ નથી. આવા અંતરપ્રકાશથી આત્માના સ્વાભાવિક ગુણદોષનું સારી રીતે ભાન થાય છે, તેથી અંતરાત્મા વિવેકથી અનાદિ રાગ, દ્વેષ અને મોહાદિક દોષોને દૂર કરવા અને સમ્યગજ્ઞાનદર્શનરૂ૫ દિવ્યચક્ષુવડે પ્રાપ્ત કરવા યોગ્ય નિર્મળ ચારિત્રગુણને સમતાપૂર્વક સેવવાને સાવધાન થાય છે. પ્રથમ પ્રારંભમાં જ તે, રાગદ્રષમય નિબિડ (આકરી) એવી મિથ્યાત્વમેહની ગાંઠને અપૂર્વવલાસયુક્ત તીક્ષણ પરિણામની ધારાથી તેડીને પછી અનુક્રમે ક્રોધાદિ કષાયમેહનીય અને હાસ્યાદિક નેકષાયમોહનીયને ક્ષયે પશમ કરવાને પ્રવૃત્ત થાય છે, જેમ જેમ તે ઘાતકર્મનો ક્ષયે પશમ થતો જાય છે તેમ તેમ સત્તાગત રહેલા પણ અંતહિત થયેલા ( અવરાઈ ગયેલા) આત્માના સહજ સ્વાભાવિક ગુણે પ્રગટ થતા જાય છે. જેમ વાદળાંથી ઢંકાઈ ગયેલો સૂર્ય કે ચંદ્રમા, વાદળાં વેરાઈ ગયા પછી જે ને તે પ્રકાશિત થાય છે તેમ કર્મ–આવરણથી અવરાઈ ગયેલે આત્મા, કર્મઆવરણ દૂર થયા બાદ પોતાના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણની તિથી સ્વત: પ્રકાશમાન થાય છે. એમ અનુક્રમે પ્રબળ પુરુષાર્થયેગે સર્વ કર્મ–આવરણને સર્વથા ક્ષય થવાથી આત્માના શુદ્ધ અખંડ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વર્યાદિક ગુણ સંપૂર્ણ રીતે પ્રકાશે છે, પરંતુ કારણ વિના કાર્ય કદાપિ બનતું નથી, એમ સમજી આત્માથી જીવોએ કર્મ–આવરણેને દૂર કરવા સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું આરાધન કરવા યથાશક્તિ ઉદ્યમ કરવા મૂકવું નહિ. મેક્ષમાર્ગ પામવાની એ જ ખરેખરી કૂંચી છે. હવે રત્નત્રયીનું આરાધન કરવાને ઉજમાળ