________________
[ ૨૭૬ ]
શ્રી કપૂરવિજયજી
જો રાગદ્વેષમય મિથ્યાત્વમે!હની નિબિડ ગાંઠને તેાડવાવાળુ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય તે ભિન્નભિન્ન શાસ્ત્રોમાં પરિશ્રમ કરવાનું વિશેષ પ્રયેાજન રહે નહિં કેમ કે શાસ્ત્ર પરિશ્રમ વડે જે પ્રાપ્તવ્ય હતુ તે તેા પ્રાપ્ત થઇ જ ગયું છે. શાસ્ત્રપરિશ્રમ કરવાનું મુખ્ય પ્રયેાજન વસ્તુતત્ત્વને સ્ફુટ રીતે જાણી તેની સારી રીતે પ્રતીતિ કરવાનુ હાય છે. તે જો તત્ત્વજ્ઞાન અને તત્ત્વદર્શીનવડે જ સિદ્ધ થઈ ચૂકયું હાય તેા પછી જુદાં જુદાં મતમતાંતરીય શાસ્ત્રો જોવાનું, તેમાં વધારે પરિશ્રમ લેવાનું પ્રયાજન શું? ગમે તે રીતે સ્વત: કે પરત: સમ્યગ્ જ્ઞાન-દર્શનના લાભ થયેા હાય તેા પછી શાસ્રપરિશ્રમની વિશેષ ગરજ રહેતી નથી, કેમ કે જે શાસ્ત્રપરિશ્રમથી કરવાનુ કે પામવાનું છે તે સભ્યજ્ઞાનદર્શનદ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. જો અંધકારને સહુજમાં દૂર કરી નાંખે એવી સૃષ્ટિ જ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થઇ હોય તે અનેક ઉપાધિયુક્ત કૃત્રિમ દીવા કરવાનું કામ શું? કંઇ જ નહિ. કેમ કે જે અંધકાર ઉપાધિયુક્ત કૃત્રિમ દીવા કરવાથી ટળે છે તે અંધકારને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલી વ્યિ દષ્ટિ જ દૂર કરી શકે છે. દેવતાઓને તેમ જ સાતિશય જ્ઞાની પુરુષાને એવી દિવ્ય ચક્ષુ સ્વાભાવિક રીતે જ પ્રગટે છે. પછી તેમને અંધકાર દૂર કરવાને અને તેજોમય પ્રકાશ પ્રાપ્ત કરવાને કૃત્રિમ એવા દ્રવ્ય દીપકની કંઇ પણ અપેક્ષા રહેતી જ નથી. દેવતાને અવધિજ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુ અને શેષ સાતિશય જ્ઞાનીને પણુ જ્ઞાનરૂપ દિવ્યચક્ષુ સ્વાભાવિક રીતે જ પ્રગટે છે. જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુને અતરંગ ચક્ષુ પણ કહે છે, તેથી અંતરાત્મામાં સ્વાભાવિક પ્રકાશ થઈ રહે છે; પછી તેને બાહ્ય એવા કૃત્રિમ દીપકના પ્રકાશની કઈ