________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૭૩ ] છે કે તેનાથી કોઈ પણ પ્રકારના અપાયની શંકા વિના નિરંતર સહજ ગુણની વૃદ્ધિ થયા જ કરે છે. ભક્તિમાં સ્વાભાવિક રીતે નમ્રતાપૂર્વક ઉત્તમ પ્રકારની ભાવના જાગૃત રહે છે. એવી શુદ્ધ ભાવનામય ભક્તિથી અશુભ વાસનાનો ક્ષય થાય છે અને શુભ વાસના સહેજે પ્રગટે છે. ભક્તિથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ સાધુની પેઠે આત્મા આરાધકભાવને પામે છે. સાધક પુરુષોને તે જ્ઞાન કરતાં પણ ભક્તિ સાધન તરીકે ઉત્તમ ગરજ સારે છે. શુદ્ધ ભાવનામય ભક્તિથી આત્માના સહજ ગુણનો વિકાસ થાય છે અને દોષમાત્રનો ક્ષય થાય છે. જ્ઞાનથી તે કવચિત્ મદ પણ સંભવે છે, પણ ભક્તિમાં મદનો સંભવ જ નથી; અથવા શુદ્ધ ભક્તિ એ જ તત્ત્વથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ પણ શ્રી શાંતિનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કેતાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે, તેહથી જાયે સઘળાં હે પાપ, ધ્યાતા દયેય સ્વરૂપ હેયે પછે જી; ધન્યદિન વેળા ધન્ય ઘડી તેહ અચિરાને નંદન જિન યદિ ભેટશું છે.
ગમે તેવા પ્રસંગે સાધુને કે ગૃહસ્થને આત્મકલ્યાણને માટે વારંવાર લક્ષપૂર્વક વિચારવું એગ્ય છે કે સત્તાએ અનંત ગુણના સ્વામી એવા સિદ્ધ ભગવાન સમાન છતાં મારે સંસારમાં કેમ ભ્રમણ કરવું પડે છે ? અનંત જ્ઞાન-દર્શન ગુણ સત્તામાં છતાં એક અજ્ઞ અથવા અંધની પેઠે મારે કેમ મૂંઝાવું પડે છે? અનંત ચારિત્રપાત્ર છતાં મારે શા માટે કુછ વિષયસુખની તૃષ્ણા અને તે માટે દીન-અનાથની પેઠે યાચના કરવી પડે છે? અને અનંત શક્તિને અધિકારી છતાં નિર્બળ
૧૮