________________
[ ૨૭૪ ]
શ્રી કપૂરવિજયજી
અશક્ત અને લાચારની માફ્ક મારે શામાટે પારકી એશીયાળી ભાગવવી પડે છે ? વળી આત્મા અમૂર્ત છતાં મારે શા માટે વિધવિધ રૂપ ધારણ કરવા પડે છે ? આત્મા અજર, અમર અને અક્ષય છતાં મારે શા માટે જન્મ, જરા અને મરણને વશ થવું પડે છે ? આત્મા અગુરુલઘુ છતાં મારે શા માટે નીચ યા તા ઉચ્ચ ગેાત્ર ધારવાં પડે છે, અને આત્મા સહજસુખવિલાસી છતાં મારે શા માટે પુદ્દગલ સુખની આશાથી અનિષ્ટ સંચાવિયેાગમાં રિત અતિ ધરવી પડે છે ? સમ્યગજ્ઞાન– દનયુક્ત વિવેકી આત્મા સારી રીતે સમજી શકે છે નિર્મળ સ્ફટિક રત્નની જેવું આત્માનું સ્વાભાવિક સ્વરૂપ શુદ્ધ છતાં અનાદિ કર્મ-ઉપાધિવડે આત્માનું સહજ સ્વરૂપ અતહિત થઈ–અવરાઇ જÉ, વિભાવિક રૂપને ધારણ કરે છે, તેથી જ તેની આ દશા અને છે; પરંતુ એમ સમજ્યા બાદ પ્રમાદી થઇને બેસી રહેવુ જોઇતું નથી. જો પ્રમાદ તજીને સાવધાનપણે સર્વજ્ઞ ભગવાને કર્મ-ઉપાધિને દૂર કરવાને સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ જે જે સાધન કહ્યાં છે તેને યથાવિધિ સેવવામાં આવે તે અવશ્ય આત્મા અનુક્રમે અલ્પકાળમાં જ પેાતાના અવરાઇ ગયેલા સહુજ શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરી અખંડ પરમાનદ સુખને પામી શકે. આવી અધ્યાત્મષ્ટિ જેને જાગી છે તે મહાશય દિવસે અને રાત્રે, સૂતાં અને જાગતાં, વનમાં અને વસતિમાં, એકલા કે સમુદાયમાં સમાનભાવથી સ્વસમીહિત સુખપૂર્વક સાધી શકે છે. એવી સમતાને સેવનાર સાધુ સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ રત્નત્રયીનું આરાધન કરવાને અહેનિશ ઉજમાળ જ રહે છે. જેમ તેલબિંદુ જળાશયમાં ચાતરફ્ પ્રસરી જાય છે