________________
ખાસ કરીને આત્મચરિત્ર કહે ,
લેખ સંગ્રહ : ૬ :
[૨૭] અને સમ્યગદર્શનવડે સચ્ચારિત્ર, કહે કે સર્વજ્ઞદેશિત સદાચરણને સેવીને આત્મા સર્વ દોષોને દૂર કરી સમસ્ત ગુણને પ્રાપ્ત કરી શકે છે. સમ્યજ્ઞાન, દર્શનવડે જ સમ્યગ–નિદોષ ચારિત્રની પ્રાપ્તિ અને પુષ્ટિ થઈ શકે છે, માટે શુદ્ધ ચારિત્રના અથી જનેએ બીજી બધી ખટપટ તજીને તેવા સદગુરુની કૃપાવડે સમ્યગજ્ઞાન-દર્શનની જ પ્રાપ્તિને માટે પ્રથમ પ્રયત્ન કરવાની જરૂર છે. જે સમ્યજ્ઞાન-દર્શનરૂ૫ પાયો દઢ હશે તે તેની ઉપર ચણેલી ચારિત્રરૂપ ઈમારત ગમે તેવા પરીષહ અથવા ઉપસર્ગોમાં પણ ડગશે નહિં, પરંતુ જે જ્ઞાન-દર્શનરૂપ પાચે જ કાચો હશે તે કાચા પાયે ચણેલી ચારિત્રરૂપ ઇમારત લાંબો વખત ટકી શકશે નહિ, સહજ પરીષહ કે ઉપસર્ગના ચેપગે ક્ષોભ પામીને તે પડી જશે. ફરી પાછી તે ઊભી કરી શકાશે નહિં, પરંતુ જે પાકા પાયે જ ચારિત્ર ઈમારત ચણવામાં આવશે તે પછી તેને ગમે તેવા કઠણ પરીષહ કે ઉપસર્ગના યેગથી ક્ષોભ પામીને ડગવાન કે પડવાને ભય જ રહેશે નહિ, માટે મુમુક્ષુ જનએ જેમ બને તેમ કાળજીથી સમ્યજ્ઞાન-દર્શનની શુદ્ધિ અને પુષ્ટિવડે ચારિત્રની શુદ્ધિ અને પુષ્ટિ કરવા સતત પ્રયત્ન કરવાની જરૂર છે. શાસ્ત્રમાં પણ સમ્યજ્ઞાન-દર્શનને અનેક શુભ ઉપમા આપીને સંબોધેલ છે. આપણને પણ તેનું જ શરણ છે, કેમ કે સભ્ય દર્શન-જ્ઞાનચારિત્ર જ મેક્ષને ખરો માર્ગ છે, માટે મિથ્યા વાદવિવાદમાં યા વિતંડાવાદ કરવામાં વખતને વૃથા વ્યય નહિ કરતાં જેમ તેની સફળતા થાય તેમ તેને સદુપયોગ કરવાનું જ લક્ષ રાખવું એમ કહેવાને આ લેકને આશય છે. ૪