________________
[૨૬૮]
શ્રી કરવિજ્યજી હવે પૂર્વ પુણ્યયોગે પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીની સફળતા કેમ થઈ શકે તે સ્પષ્ટ રીતે શાસ્ત્રકાર બતાવે છે –
જળમાં કે સ્થળ ઉપર પ્રવાસ કરનારને જે દિશા તરફ ગમન કરવાનું હોય તે ચોક્કસ લક્ષમાં રાખીને જ વાહન ચલાવવાથી ધારેલા સ્થાને પહોંચી શકાય છે તેમ મુમુક્ષુ જનને પણ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં સ્વદ્રવ્યગુણપર્યાય સામે પૂરતું લક્ષ રાખવાની જરૂર છે. જેમ જુદા જુદા ઘટમાં મૃદુદ્રવ્ય અને કુંડલ કટકાદિકમાં સુવર્ણ દ્રવ્ય સમાન વતે છે, તેમ દેવમનુષાદિક ગતિમાં આત્મદ્રવ્ય સમાન વર્તે છે, જેમાં તલમાં તેલ, દૂધમાં ઘી અને કાષ્ઠમાં અગ્નિ રહે છે તેમ પ્રત્યેક શરીરમાં આત્મદ્રવ્ય વ્યાપીને રહે છે. એક મૃદુદ્રવ્યના અનેક પ્રકારના ઘટ-પર્યાય બને છે. એક સુવર્ણ દ્રવ્યના કટકકુંડલાદિક અનેક આભૂષણરૂપ પર્યાય બને છે, તેમ એક આત્મદ્રવ્યના પણ દેવ, મનુષ્ય, તિર્યંચ આદિક અનેક પર્યાય સંભવે છે. શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય એમ બે પ્રકારના પર્યાય હેય છે. દ્રવ્યમાં નિરંતર એકીભાવે રહેનારા ગુણ કહેવાય છે અને ક્ષણે ક્ષણે અથવા ક્રમશ: બદલાઈ જનારા પર્યાય કહેવાય છે. યત: “સમાવિનો નુ રકમવિશ્વ પર્યાયઃ” અર્થાત્ દ્રવ્યની સાથે જ સદા એકીભાવે રહેલા પર્યાયને ગુણ કહીને બોલાવવામાં આવે છે, અને ક્રમે ક્રમે નવનવ રૂપને ધારણ કરનાર પર્યાયને “પર્યાય” સંજ્ઞા આપવામાં આવે છે અથવા તે તેમને અનુક્રમે નિત્યપર્યાય અને અનિત્યપર્યાય કહેવામાં આવે છે. માટીમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ તેના નિત્યપર્યાય છે,
૧. માટી ૨. કડાં વિગેરેમાં.