________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૬૩] વસ્તુગત જાણું સ્વપરને, જડચેતનને, ગુણદોષને, હિતાહિતને, ઉચિતઅનુચિતને, પુણ્ય પાપને, બંધમાક્ષને, યાવત કર્તવ્યાકર્તવ્યને સારી રીતે સમજી, સદ્વિવેક ધારી, શુદ્ધ તત્વને સ્વીકાર અને અશુદ્ધ તત્વને ત્યાગ કરીને તેની સફળતા જ કરવાની છે. તેવી સફળતા તે “અનિત્ય અશુચિ અને અનામિક એવી દેહાદિક પરવસ્તુમાં અનાદિકાળથી અવિદ્યા અથવા અજ્ઞાનના ગે લાગી રહેલી ખોટી મમતા-માયાને તજી શુદ્ધ અને શાશ્વત એવા પિતાના આત્મધર્મમાં જ મમતા ધારણ કરવાથી થઈ શકવાની છે. એ પણ શુદ્ધ ચારિત્રપાત્ર સદ્દગુરુ સમીપે રુચિ અને શ્રદ્ધાપૂર્વક સર્વદેશિત શાસ્ત્રનું યથાવિધિ શ્રવણમનનાદિક કરતાં સંભવે છે. તેથી દરેક આત્માથી જને એવા ઉત્તમ ગુરુની શોધ કરીને વિનય–બહુમાનપૂર્વક તેમની સમીપે શાસ્ત્ર શ્રવણ કરવું ઉચિત છે. આદરપૂર્વક શાસ્ત્ર શ્રવણ કરીને અનુકૂળતા મેળવી તેના ઉપર મનન કરવું, તેમાંથી તત્ત્વ ખેંચી સાર વસ્તુને સ્વીકાર કરી લે એટલે કે પિતાથી જે વાતનું સુખે પાલન થઈ શકે એવું સમજાય તેને કૃતિમાં મૂકવાને પ્રયત્ન કરો અને જે વસ્તુનું પાલન કરવું દુ:શક્ય અથવા અશક્ય પ્રાય દેખાય તેની ભાવના માત્ર રાખવી ઉચિત છે, પરંતુ સદ્ગુરુ સમીપે ભાગ્યવશાત્ શાસ્ત્ર શ્રવણ કરીને તેને પ્રમાદને વશ થઈ વ્યર્થ ગુમાવી દેવું તે તે ઉચિત નથી જ. પશુ પણ ચર્વણ કરીને તેને પાછું વાગોળે છે તે જ તેનું સારું પરિણમન થાય છે, ત્યારે બુદ્ધિશાળી મનુષ્યએ તો જરૂર જરૂર યથેષ્ટ શાસ્ત્રશ્રવણ કરીને તેનું સારી રીતે પરિણમન થાય એવી રીતે સ્થિરતાપૂર્વક તેનું મનન કરવું જ જોઈએ. શાસ્ત્રશ્રવણ અને મનન કર્યું તો જ કહેવાય કે જે આપણને વસ્તુ