________________
[૨૬૨]
શ્રી કપૂરવિજયજી છે, માટે જ શાસ્ત્રમાં એવા મિઓ વાદવિવાદ કરવાનો નિષેધ ફરમાવવામાં આવ્યું છે. ફક્ત જે સ્વપરસમયના સારી રીતે જાણ હોય તેવા સમર્થ પુરુષને જ અન્ય તત્ત્વાભિલાષીની સાથે ધર્મવાદ કહે કે સંવાદ કરવાની શાસ્ત્રકારે સંમતિ આપી છે, પરંતુ જેની સાથે એ ધર્મ સંવાદ કરવામાં આવે તે માણસ સ્વસમયને જાણુ, અનાગ્રહી, યુક્તિને યથાર્થ સમજનાર, શાંત પ્રકૃતિ અને મધ્યસ્થ દષ્ટિવાળો હોવો જોઈએ. આવા યેગ્ય-અધિકારી માણસની સાથે ધર્મસંવાદ કરવામાં તત્વથી કંઈ પણ ગેરફાયદે નહિ પણ ફાયદો જ બતાવ્યું છે. એવા લાયક માણસની સાથે ધર્મસંવાદ કરતાં સર્વ રીતે લાભ જ કહ્યો છે. હારવાથી પણ લાભ અને જીતવાથી પણ લાભ જ થાય છે. હારવાથી પિતાની ન્યૂનતા સમજાયાથી તે ન્યૂનતા દૂર કરવાને અધિક ઉદ્યમ સેવાય છે, અને જીતવાથી તે સામાને મેહ દૂર થાય છે. મેહ દૂર થવાથી તત્ત્વાભિલાષી હેવાને લીધે તે તરત શુદ્ધ તત્ત્વને સ્વીકાર કરી લે છે, પરંતુ તેવા અધિકાર વિનાના એગ્યતાશૂન્ય કેવળ જડવાદી અને કદાગ્રહીની સાથે તે વાદ કરવાથી બંને રીતે ગેરફાયદે જ કહ્યો છે. હારવાથી શાસનની લઘુતા થાય છે અને જીતવાથી સામે માણસ શાસન ઉપર દ્વેષ રાખે છે તેમ જ તેની આજીવિકાદિમાં પણ હાનિ પહોંચે છે. માટે ગમે તેમ હોય પણ તેવા અધિકારીની સાથે બને ત્યાં સુધી વાદમાં ઉતરવું જ નહિ; કેમ કે સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવાને પવિત્ર હેતુ તે સ્વપરના મોહને નાશ કરીને શુદ્ધ ચારિત્રનું સેવન કરી પરમપદ પ્રાપ્ત કરવાનું જ છે. તે “વારા વિદ્યા”-શુષ્ક વાદવિવાદ માત્રથી નિષ્ફળ કરવા ગ્ય નથી; પરંતુ “તરવા ' વસ્તુને