________________
લેખ સંગ્રહ : ૬ : '
[૨૧] કારણ પણ તેમને તો સમ થઈને પરિણમે છે, તેથી ગમે ત્યાં તેમને કર્મનિર્જરા થાય છે. તત્ત્વદષ્ટિ જીવને જેમ જેમ આત્મરમણ યાને ઓદાસિન્ય વૃત્તિથી કર્મનિર્જરા થાય છે તેમ તેમ ઉપાધિરહિત થવાથી સહજ શુદ્ધિ થતી જાય છે. એવા સતત અભ્યાસથી અનુક્રમે સર્વ ઉપાધિથી મુક્ત થઈ તત્વદષ્ટિ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વર્યાત્મક પોતાના સહજ નિરુપાયિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આવી રીતે રત્નત્રયીના પ્રભાવથી લોકાગ્ર સ્થિતિને ભજી નિરંતર નિ-નિપાધિક સુખમાં જ તત્વજ્ઞાની અને તત્વષ્ટિ પુરુષ મગ્ન રહે છે. જેના વડે ઈષ્ટ કાર્યની સિદ્ધિ થાય તે જ તેનાં સફળ કારણ કહેવાય છે, બાકીનાં તે આકાશપુષ્પવત્ નિષ્ફળ કારણ સમજવાં ગ્ય છે. તેવી રીતે જે જ્ઞાનવડે મુમુક્ષુને અભિષ્ટ એવા મેક્ષફળની પ્રાપ્તિ થાય તે જ જ્ઞાન અને તે જ દર્શન પ્રમાણ છે; મોક્ષપદ દેવાને અસમર્થ એવું અન્ય આડંબરવાળું જ્ઞાન અને દર્શન અપ્રમાણ છે. એ જ વાતનું સમર્થન કરતા થકા શાસ્ત્રકાર કહે છે કે-૩
જેમ ઘાંચીને બળદ ઘાણીને પીલતાં સે કોસ જેટલું ચાલ્યા કરે તે પણ ઠામ ઠામ જ રહે છે. ગમે તેટલું ગમન કરતાં છતાં તેની ગતિને જેમ અંત આવતો નથી તેમ શુદ્ધ સાધ્યદષ્ટિ વિના, શુદ્ધ લક્ષ વિના પરને પરાસ્ત કરવા–પરમતખંડન અને સ્વમતમંડન કરવા ગમે તેટલા વાદવિવાદ કરે તે સર્વ મિથ્યા છે. તે કેવળ શુષ્કવાદ, બક્વાદ અથવા વિતંડાવાદ તુલ્ય જ છે. નથી થવાનું તેથી સ્વહિત કે નથી સધાતું તેથી પરહિત. શુષ્ક વાદવિવાદથી તે કેવળ ઉભયનું બગડે જ