________________
[૨૬૦ ]
શ્રી કરવિજયજી પડતું જ નથી. એવા તત્વજ્ઞ પુરુષે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે તત્ત્વથી ઉક્ત ઉપાધિને દૂર કરી નિવૃત્તિ પ્રાપ્ત કરવાને માટે જ હોય છે. સમ્યગજ્ઞાનના યુગથી સમકિતની શુદ્ધિ થાય છે અને અનુક્રમે ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સભ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકત્ર સહાયથી આત્મા ઉક્તા ઉપાધિથી મુક્ત થઈ પિતાનું સહજ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી પરમ નિવૃત્તિપદને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે મેહનીય વિગેરે કર્મનો ક્ષયપશમ થયાથી રત્નત્રયીને ઉદય થાય છે ત્યારે પ્રગટ થયેલ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવડે ચક્રવતી પોતાના છ ખંડના સામ્રાજ્યને પણ તૃણ તુલ્ય લેખીને તજી દેતાં વિલંબ કરતે નથી, તે બીજાનું તે કહેવું જ શું? પરંતુ જ્યાં સુધી મેહનીય કર્મને પ્રબળ ઉદય વર્તતો હોય છે ત્યાંસુધી તે દુનિયાની મોહમાયામાં મૂંઝાઈ મિથ્યાભિમાનથી “હું અને મારું માની લેવાથી મૂઢમતિ જીવ એક તુચ્છ વસ્તુને પણ તજી શકતું નથી. જ્યારે ઉક્ત મોહનીય કર્મ ક્ષીણ થઈ જાય છે ત્યારે પ્રાપ્ત થયેલા ઉત્તમ વૈરાગ્યવડે ચક્રવતી અને ભિક્ષુક પણ સમાન જણાય છે. શુદ્ધ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવંત સાધુને કઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવમાં પ્રતિબંધ હેતે નથી. તે નિઃસ્પૃહભાવે સર્વત્ર પ્રતિબંધરહિતપણે જ વિચારે છે, તે નિરંતર સ્વસ્વભાવમાં જ રમણ કરતા ફરે છે પણ પરભાવમાં રમણ કરતા નથી. એવા સ્વભાવરમણ–આત્મારામી પુરુષને કત્વ અભિમાન તે હોય જ શાનું? તે તે સર્વત્ર સાક્ષીભાવે જ રહે છે અને તેથી જ કમળની જેમ નિલેપ રહેવાથી તેમને કંઈ પણ રાગાદિકને લેપ લાગતું નથી. તેમને તત્ત્વદષ્ટિથી કયાંય પણ બંધાવાનું થતું નથી. ગમે તેવાં વિષમ