________________
લેખ સંગ્રહ : ૬ :
| [૫૯] નિષ્કલંક હોય છે, પરંતુ જેમ સ્ફટિક ઉપર રાતું કે કાળું ફૂલ મૂકવાથી તેનું મૂળ રૂપ બદલાઈને તે કેવળ રાતું યા તે કાળું જ દેખાય છે તેમ આત્માને પણ પુણ્યપાપરૂપ કર્મઉપાધિ લાગવાથી તેનું સહજ સ્વરૂપ બદલાઈને રાગદ્વેષરૂપી પરિણામ પ્રાપ્ત થાય છે, અને તેથી જ આત્મા રાગી કે દ્વેષી દેખાય છે, પણ ખરી રીતે તેનું મૂળ સ્વરૂપ જોતાં તે તેવો નથી. તે તે શુદ્ધ સ્ફટિકવત્ નિર્મળ છે. ફક્ત ઉપાધિ સંબંધથી વ્યવહારમાં તે દેખાય છે, પરંતુ જે સ્ફટિક ઉપર મૂકેલું રાતું કે કાળું ફૂલ સમજીને દૂર કરી નાખવામાં આવે છે તે સ્ફટિક જેવું ને તેવું શુદ્ધ-નિર્મળ ભાસે છે. તેમ આત્માને પણ વિધવિધ હેતુથી લાગેલી પુણ્ય પાપરૂપ કર્મઉપાધિ સમજીને ચત્નથી દૂર કરવામાં આવે તો “
ધર્મક્ષાાઃ ” પુણ્યપાપરૂપ ઉપાધિને સર્વથા નાશ થયાથી આત્માનું સહજ શુદ્ધ નિષ્કલંક સ્વરૂપ અનાયાસે પ્રગટ થવા પામે છે, એમાં કાંઈ પણ શંકા કરવા જેવું નથી, પરંતુ ઉપાધિને ઉપાધિરૂપ સમજવી જ મુશ્કેલ છે, તેમ નહિં સમજાયાથી જ જીવ મોહવશ ઉપાધિને આદરી લે છે. જેમ ઝવેરી રત્નપરીક્ષામાં કુશળ હોવાથી રત્ન સંબંધી સ્વરૂપ સારી રીતે જાણી શકે છે, તેવું અન્ય અકુશળ મનુષ્ય જાણી શકતા નથી, તેમ સદ્દગુરુની સેવાવડે જેને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે જ ઉપાધિને યથાર્થ ઉપાધિરૂપ સમજી શકે છે, એવા તત્વજ્ઞાની જને જ ઉક્ત ઉપાધિ યત્નથી દૂર કરી પોતાનું સહજ શુદ્ધ નિરુપાધિક સ્વરૂપે પ્રગટ કરી શકે છે. જ્યારે આત્મા અનાદિની વળગેલી ઉપાધિને યથાર્થ ઓળખે છે ત્યારે તે ઉપાધિને લઈને પ્રાપ્ત થયેલા ગમે તેવા સમ યા વિષમ સંગોમાં તત્વજ્ઞને મૂંઝાવું