________________
[ ર૬૪ ] .
શ્રી કરવિજયજી તત્વનો યથાર્થ બંધ થાય, આપણું અજ્ઞાન અંધકાર દૂર થાય, વસ્તુતત્વની યથાર્થ શ્રદ્ધા–પ્રતીતિ થાય, અશ્રદ્ધા તથા શંકાદિક દોષો દૂર જાય, આપણું વર્તન દ્રવ્યથી અને ભાવથી સુધરે, આપણું અનાદિના સંગી છતા શત્રુભૂત એવા કામક્રેધાદિક અંતરંગ વિકારોને આપણે દાબી શકીએ, ઇન્દ્રિયવર્ગને દમી શકીએ અને આત્મસંયમમાં સદા સહાયભૂત એવાં સદ્ગતનું આપણે પ્રસન્નપણે સેવન કરી શકીએ. જે આવી રીતે આપણને તત્ત્વબોધ, તત્વશ્રદ્ધા અને તત્ત્વાચરણ અથવા આત્મબંધ, આત્મશ્રદ્ધા અને સ્વભાવાચરણરૂપ ચારિત્રને કેઈ અંશે લાભ થાય તે જ પવિત્ર શાસ્ત્રનું પુનઃ પુનઃ શ્રવણ કર્યું ઉચિત ગણાય; નહિં તે વંધ્યાપુત્રવત્ શાસ્ત્રશ્રવણાદિક નિષ્ફળ સમજવું. થોડું કે ઘણું ભણને યાતે સાંભળીને તે સાર્થક કરાય તે જ તે લેખે કહેવાય, નહિં તે “ભ પણ ગયે નહિ” એ કહેવત અનુસાર ભણતર માત્ર નિદાને પાત્ર જ ઠરે. થોડું પણ ભણીને ગયું તેનું જ કહેવાય કે જે હિંસા, અસત્ય, અદત્ત (ચોરી), મિથુન (કામક્રીડા ), પરિગ્રહ (મૂચ્છમમતા), કેપ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, આળ–અભ્યાખ્યાન, પશુન્ય (ચાડી), રતિ અરતિ (ઈષ્ટ કે અનિષ્ટ પ્રસંગે હર્ષ કે ખેદ), પર પરિવાદ (પનિંદા), માયામૃષા (કરવું કંઈ અને કહેવું કંઈ) અને મિથ્યાત્વશલ્ય એ અઢારે પાપસ્થાનકને અધોગતિદાયક જાણીને સર્વથા તેને ત્યાગ કરે અથવા તેને છાંડવાને પ્રતિદિન ઉપગ રાખ્યા કરે છે, તેમ જ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ પાંચ મહાવ્રતે અથવા પાંચ અણુવ્રતને સદ્દભાવથી સમજીને અંગીકાર કરે છે, રાત્રિભજનનો સર્વથા ત્યાગ કરે છે, એટલે રાત્રિસમયે કોઈ પણ