________________
[૨૫]
શી કપૂરવિજયજી
વાળી
નાણુ ન પદ સાતમે, જેથી જાણે દ્રવ્ય ભાવ, મેરે લાલ; જાણે જ્ઞાન કિયા વળી,તિમ ચેતન ને જડભાવ, મેરે લાલ, ના૦ ૧ નરગ રગ જાણે વળી, જાણે વળી મેક્ષ સંસાર, મેરે લાલ; હેય ય ઉપાદેય લહે, નિશ્ચય ને વ્યવહાર, મેરે લાલ, ના૦ ૨ નામઠવણ દ્રવ્યભાવજે, વળી સગનયને સપ્તભંગ, મેરે લાલ; જિનમુખ પદ્મદ્રહથકી, લહે જ્ઞાનપ્રવાહ સુગંગ. મેરે લાલ. ના૦૩
પરમાર્થ એ છે કે આત્માના સર્વ ગુણમાં જ્ઞાનગુણ પ્રધાન છે. તેના મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ મુખ્ય ભેદ છે. તેના ઉત્તરભેદ સર્વ મળીને પ૧ થાય છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં પહેલું જ્ઞાન અને પછી દયા કહી છે, અર્થાત્ જ્ઞાનવડે જ દયાની સાર્થકતા છે. પ્રથમ દયાનું સ્વરૂપ જાણ્યા વિના તેનું યથાવિધિ આરાધન થવું જ મુશ્કેલ છે, તેથી જ અજ્ઞાની જીવની સઘળી ક્રિયા આંધળી કહી છે. “ક્રિયા કરત ધરત હે મમતા, આ ગલેમે કાસી” આ વાક્ય તેવા મૂઢમતિ અજ્ઞાની જીવને જ લાગુ પડે છે. સમ્યજ્ઞાનવડે જ જીવાજીવાદિ તત્વનો યથાર્થ બોધ થઈ શકે છે. તત્ત્વસ્વરૂપને યથાર્થ જાણવાથી જ્ઞાની પુરુષ આદરવા ચોગ્ય વસ્તુને આદરી શકે છે અને તજવા યોગ્ય વસ્તુને તજી શકે છે. અજ્ઞાની જીવને તેવી ગતાગમ જ નહીં હોવાથી તે કેવળ કલ્પિત સુખમાં જ મુંઝાઈ રહે છે. જ્ઞાની પુરુષ દ્રવ્ય અને ભાવ વિષે શું છે તે સારી રીતે જાણે તેને યથાવસાર પરિહાર કરી શકે છે ત્યારે અજ્ઞાની જીવ વિવેકશૂન્યતાથી તેને સમજી કે તજી શકતો નથી. દ્રવ્યવિષથી કદાચ એક