________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૧] ભવમાં દુઃખ થાય છે ત્યારે ભાવવિષથી તે ભવોભવ ભટકવું પડે છે. વિષયકષાયાદિને ભાવવિશ્વ સમજીને જ્ઞાની પુરુષ ભવભીરુતાથી તેને સંક૯૫પૂર્વક પરિહાર કરે છે. ભાવવિષ ખાવા કરતાં દ્રવ્યવિષ ખાવું તેઓ ખુશીથી કબૂલ કરે છે. દેહાદિક જડ પદાર્થો ઉપરને મમતાભાવ તજીને પવિત્ર ચારિત્ર સેવવા જ્ઞાની પુરુષ સાવધાન થાય છે અને તેમ કરી પોતાનું અને પ્રસંગે પરનું પણ કલ્યાણ કરી શકે છે. દુનિયામાં જેટલા જેટલા સેય પદાર્થો છે તે સર્વે જ્ઞાનના પ્રભાવે પ્રત્યક્ષ પ્રમાણથી જાણવા દેખવા જ્ઞાની સમર્થ થાય છે. આવું તત્વજ્ઞાન સર્વ પ્રકારે આદરવા ગ્ય છે. મધ્યસ્થતાપૂર્વક નય,ગમ ભંગ અને નિક્ષેપાયુક્ત સર્વજ્ઞભાષિત સ્યાદ્વાદવાળું વચન સર્વથા પ્રમાણુ કરવા ચોગ્ય છે. સર્વથા રાગ-દ્વેષ અને મેહથી રહિત એવું સર્વજ્ઞ અને સર્વદશી ભગવાનનું વચન કદાપિ પણ બાધિત હઈ શકતું જ નથી. સર્વજ્ઞભાષિત વચનને રુચિપૂર્વક શ્રવણમનન કરનાર પ્રાણ સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આમપુરુષના વચનને–તેના શુદ્ધ આશયને અવબોધ છે તેને જ સભ્ય જ્ઞાન અથવા તવજ્ઞાન કહ્યું છે. આવા નિર્મળ જ્ઞાનની અપેક્ષા દરેક મેક્ષાથી જનને અવશ્ય રહે છે. તાત્પર્ય કે આવા તત્ત્વજ્ઞાન, તત્ત્વદર્શન અને તત્વઆચરણ વિના કોઈની કદાપિ મુક્તિ થતી નથી, માટે જ શાસ્ત્રકાર આવા ઉત્તમ જ્ઞાનને સમગૂ પ્રકારે આદર કરવાને અને તેથી વિપરીત જ્ઞાન–કહે કે અજ્ઞાનનો ત્યાગ કરવાને ભવ્ય પ્રાણીઓને આગ્રહ કરે છે; છતાં કઈ વિરલા ભવ્ય જીવે જ તેને આદર કરી શકે છે અને બીજા તે કેવળ અજ્ઞાનને જ આદર કરે છે. શાસ્ત્રકાર તે હકીકત દષ્ટાંતપૂર્વક દર્શાવે છે–