SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૨૪૯] પ્રકારે સેવન થઈ શકતું નથી. શુદ્ધ ચારિત્રની સેવા મેહના ક્ષય કિવા ઉપશમથી સંભવે છે, અને તે મેહને પશમ સમ્યગજ્ઞાન તથા સભ્યશ્રદ્ધાનથી થાય છે. સભ્યશ્રદ્ધાન પણ શુદ્ધ જ્ઞાની ગુરુની પાસે યથાવિધિ શાસ્ત્રનું શ્રવણ અને મનન કરતાં પ્રાપ્ત થાય છે, માટે આત્માની ઉન્નતિ કરવાનો હરકોઈ રીતે જ્ઞાનની મુખ્યપણે આવશ્યકતા છે. જ્ઞાન દીપકની પેરે સ્વપરપ્રકાશક છે. જ્ઞાન એ દિવ્ય ચક્ષુ છે. મેક્ષમાર્ગમાં નિરાબાધ પ્રવૃત્તિ કરવાને જ્ઞાન એ એક ઉત્તમ ભેમિ છે, જ્ઞાન વિનાની સકળ ક્રિયા-કરણી અંધ કહી છે. શ્રીમાન પદ્મવિજયજી મહારાજે નવપદની પૂજામાં જ્ઞાનપદના ગુણ ગાતા કહ્યું છે કે – દુહા નાણુ સ્વભાવ જે જીવને, સ્વપરપ્રકાશક જેહ; તેહ નાણુ દીપક સમું, પ્રણમે ધર્મ સનેહ. ઢાળી નાણુ પદારાધન કરે રે, જેમ લહે નિર્મળ નાણું રે ભાવિકજન; શ્રદ્ધા પણ થતો રહે રે, જો નવ તત્ત્વવિજાણુ ભવિક૭ ના૦ ૧ અજ્ઞાની કરશે કિસ્યું રે, શું કહેશે પુણ્ય પાપ રે ભવિકજન, પુણ્ય પાપ નાણી લહે રે, કરે નિજ નિર્મળ આપરે. ભવિક નાટ ૨ પ્રથમ જ્ઞાન પછી દયા રે, દશવૈકાલિક વાણું રે ભાવિકજન; ભેદ એકાવન તેહના રે, સમજે ચતુર સુજાણ રે ભવિક૦ ના૦ ૩ દુહા બહુ કોડા વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ; જ્ઞાની શ્વાસે શ્વાસમાં, કર્મ ખપાવે તેહ.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy