________________
[૨૪૬]
શ્રી કપૂરવિજયજી દાયક પ્રવૃત્તિને કેમ આદર કરશે? ભવભીપણાથી કેઈની સાથે કલેશ કરો, કોઈની ઉપર આળ ચઢાવવાં, પારકી ચાડી ખાવી, કલ્પિત સુખદુઃખમાં પણ હર્ષ કે ખેદ કર, પારકી નિંદા કરી આપવડાઈ કરવી, કહેવું કંઈ અને કરવું કઈ એવી દંભવૃત્તિ ભજવવી અને કદાગ્રહાદિકને ધારણ કરીને ઉન્માર્ગે ચાલવું એવી અનિષ્ટ પ્રવૃત્તિ તેને સ્વાભાવિક રીતે રુચિકર હોય જ નહિ, તેથી સ્વપરહિતમાર્ગને તજી તેવા એકાંત અહિતકારી માર્ગનું સેવન શી રીતે કરે ? માટે શાસ્ત્રકારે યુક્ત જ કહ્યું છે કે સ્વસ્વરૂપના જાણ અને સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે પ્રમાદ રહિત શુદ્ધ નિષ્ઠાથી સદ્વર્તન સેવનાર મુમુક્ષુ જનો આ સંસારની કલ્પિત મેહમાયામાં મૂંઝાય જ નહિ.
મેહનું કિંચિત્ સ્વરૂપ આ અષ્ટકમાં જ બતાવવામાં આવ્યું છે. સર્વ કર્મમાં તેની જ પ્રધાનતા છે. તેને સંબંધ જીવને અનાદિનો છે. તે અજ્ઞાની જીવને અનેક પ્રકારે છળે છે, અને જ્ઞાની પુરુષનું છળ જઈને તો ભારે ખુશી થાય છે. જે મોહનું સ્વરૂપ સારી રીતે જાણી લેવામાં આવે અને નિર્મોહી ભગવાને કહેલા ઉપાય મુજબ તેને જય કરવામાં આવે તે જ આત્માની મુક્તિ થઈ શકે તેમ છે. નહિ તે કટિ ઉપાય કરતાં પણ આપમતિથી વર્તતાં કલ્યાણ થવાનું નથી. સમ્યમ્ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ જ મેહને હણવાને અમેઘ ઉપાય છે. સમ્યજ્ઞાનવડે સ્વપરની યથાર્થ પિછાન કરીને સ્વવસ્તુ માત્રને
સ્વીકાર અને પરવસ્તુ માત્રની ઉપેક્ષા કરવાથી જ મેહને વિલય થઈ શકશે. આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણમાં જ અહોનિશ રમણ કરવું અને સાંસારિક મેહમાયાથી બીલકુલ ઉદાસીન રહેવું એ જ અક્ષય અજરામર પદ પામવાને ઉત્તમ