________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૪૫] રહિત પરમાર્થ પંથનું પોતે સેવન કરે છે, તેમ કરવામાં અન્યને યથાશક્તિ સહાયભૂત થાય છે, અને સદાચારરસિક જનની સ્પષ્ટ રીતે અનુમોદના–પ્રશંસા કરે છે. સર્વજ્ઞ વચનાનુસાર ગમે તેમાં રહેલો સદ્દગુણ અનુમોદવા જ છે એમ જાણુને તેવા ગુણગુણની પ્રતીતિ થતાં જ તે મનમાં પ્રમુદિત થાય છે. હંસની ચાલે ચાલનારા આવા સદ્વિવેકી જને શું અનર્થકારી બાબતમાં કદાપિ મૂંઝાય ? અહિંસામય ઉત્તમ વર્તન તે કદાપિ હિંસામય કુકૃત્યને શું સ્વીકાર કરે? જેણે ક્ષીરસમુદ્રનાં જળ પીધાં હોય તેને ખારાં જળ એ જ કેમ ? પોતાને પ્રિય અને હિતકારી સત્યને અનાદર કરીને તે અપ્રિય અને અહિતકારી એવાં અસત્ય વચનને કેમ ઉચરશે ? અમૂલ્ય પ્રામાણિકતા યાને ન્યાયવૃત્તિને તજી અપ્રામાણિકતા અથવા અન્યાયવૃત્તિને કેમ આદરશે ? પામર લોકેએ પ્રાણની જેવા લેખેલા પરદ્રવ્યનું તે કેમ હરણ કરશે ? ઉભય લોક હિતકારી સુશીલતાને તજી ઉભય લોક વિરુદ્ધ કુશીલતા-કામક્રીડાને કેમ આદરશે ? ઉત્તમ એવી અસંગતા યા નિ:સ્પૃહતાને અનાદર કરી અધમ સપૃહતાને તે કેમ સ્વીકાર કરશે ? અમૃત જેવી અસંગતા તજી ઝેર જેવી પરસ્પૃહાને કેમ આદરશે ? સર્વ શાંતિદાયક સમતારસને ત્યાગ કરીને ત્રિવિધ તાપકારી ક્રોધાગ્નિનો કેમ સ્વીકાર કરશે? સર્વ સુખદાયી નમ્રતાને તજી દુઃખદાયી માનને કેમ આદરશે ? સકળ સિદ્ધિને દેનારી સરળતાને તજીને દુરંત દંભનું કેમ સેવન કરશે ? પરમ સુખદાયી સંતેષને તજી અનર્થકારી લોભને કેમ આદર કરશે? એકાંત હિતકારી મધ્યસ્થતા તજીને સંકલેશકારી રાગ અને દ્વેષને કેમ ભજશે ? વળી નિવૃત્તિ જ પ્રિય હોવાથી દુઃખ