________________
[ ર૪૨ ]
શ્રી કરવિજયજી માટે સચોટ લાગણું શી રીતે પ્રગટે? અને જ્યાં સુધી કલિપત સુખને ખોટાં જાણું–માની તજવામાં ન આવે ત્યાં સુધી સત્ય સ્વાભાવિક સુખની પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્તિ પણ શી રીતે થઈ શકે? આવી રીતે આંધળા આગળ આરસી ધરવા મુજબ અથવા બહેરા આગળ ગાન કરવા મુજબ આવા અનધિકારી અયોગ્ય જીવોની પાસે સત્ય સ્વાભાવિક સુખનું વર્ણન કરવાથી શું લાભ થઈ શકવાને ? એમ સમજી મેહના ક્ષપશમથી તેવા સ્વાભાવિક સુખને સાક્ષાત્ અનુભવતા છતાં મુમુક્ષુ જ મોહવિકળ જીની પાસે એવા સહજ સુખનું વર્ણન કરવું મુનાસિબ ગણતા નથી. મોહાસક્ત જીવે આવા વિરક્ત મુમુક્ષુઓને ગાંડા પણ લેખે છે, પરંતુ મુમુક્ષુ જને તેની થોડી જ દરકાર કરે છે. તેઓ તે પિતાનું કર્તવ્ય નિર્ભયપણે કર્યો જ જાય છે. કહ્યું છે કે
જગ જાણે ઉનમત્ત એ, જાણે જગ જબ અંધ; જ્ઞાની જગમાં રહ્યો, શું નહિ કે સંબંધ.'
“વ્યવહારે વ્યવહારશું,
નિશ્ચયમેં થિર થંભ.” ઇત્યાદિ વચનથી જ્ઞાની-વિવેકી જ ખોટી કલાજ તજી સ્વકર્તવ્યકર્મમાં તત્પર રહે છે. તેમના લોકોત્તર વર્તનથી શુદ્ધ વ્યવહારને પુષ્ટિ મળે છે, શુદ્ધ સાધ્યદષ્ટિથી જ તેઓ સર્વત્ર જાગૃત રહે છે. અન્ય આત્માથી અને તેમના સદ્વર્તનનું અનુમોદન કરે છે. ફક્ત પગલાનંદી યા ભવાભિનંદી જીવે જ હાંસી કરે છે અથવા તો જેને જે પ્રિય હોય છે તેની જ તે પ્રશંસા કરે છે.