________________
[૨૪]
શ્રી કરવિજયજી નો સર્વથા અભાવ જ હોવો ઘટે છે, એમ સમજીને મુમુક્ષુ જનોએ પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાને-પૂર્વોક્ત કર્મકલંકને નાશ કરવાને કટિબદ્ધ થવાની જરૂર છે. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રનું યથાવિધિ આરાધન કરવું એ જ આત્માનું સહજ સ્વરૂપે પ્રગટ કરવાને અમેઘ ઉપાય છે. જ્યાં સુધી જીવ પ્રમાદને વશ થઈ ઉક્ત ઉપાયને અવલંબવા વિલંબ કરે છે ત્યાં સુધી તે પોતાના સહજ સ્વભાવના સાક્ષાત્ અનુભવથી બેનસીબ રહે છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્રના અભાવે જીવ અનાદિ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિના ગે નાનાપ્રકારના કર્મકલંકથી કલંકિત થઈ રાગદ્વેષ અને કષાયના પરિણામને ધારણ કરે છે. આ પ્રમાણે રાગદ્વેષ અથવા કષાયના પરિણામથી જ જીવ ભવભ્રમણ કરે છે. ઉક્ત ઉપાધિના અભાવે આત્માનું સહજ સ્વરૂપ તત્કાળ પ્રગટ થાય છે, તેવી નિરુપાધિક દશામાં આત્મા પરમશાંતિને સાક્ષાત અનુભવે છે. વળી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયા બાદ શુદ્ધ કાંચનની પેરે તેને કંઈપણ વિકાર સંભવતે જ નથી, તેથી તે શુદ્ધાત્મા જન્મમરણદિકથી સર્વથા વિમુક્ત થઈ નિરંતર પૂર્ણાનંદમાં જ નિમગ્ન રહે છે. આથી સહેજે સમજી શકાશે કે આત્મા જેટલે અંશે સમ્યગદર્શનાદિકનું યથાવિધિ આરાધના કરવા ઉજમાળ થશે, તેટલે તેટલે અંશે પૂર્વોક્ત કર્મઉપાધિથી મુક્ત થઈ નિરુપાધિકપણાને પ્રાપ્ત થતું જશે. આવી સાધકદશા જીવને ચેથા ગુણઠાણાથી માંડીને ચાદમાં ગુણઠાણ સુધી સંભવે છે. અંતે સર્વ કર્મઉપાધિથી સર્વથા મુક્ત થઈ આત્મા અજરામરપદને પ્રાપ્ત થાય છે. આવું એકાંત નિરુપાધિક સુખ સર્વ સિદ્ધ પરમાત્મા સાક્ષાત અનુભવી રહ્યા