________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૩] શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજે કરેલા સમર્થનને પરમાર્થ એવો છે કે શ્રી વીરપરમાત્માએ આત્માને જે શુદ્ધ સ્વભાવ ફટિક રત્નની જે નિર્મળ કહ્યો છે તે રાગદ્વેષ યાને કષાયરૂપ કલંકથી સર્વથા રહિત હોવાથી કેવળ નિષ્કષાયતારૂપ છે. આત્માના સહજ નિરુપાધિક સ્વભાવમાં લેશમાત્ર કષાયને સંભવ જ નથી. જ્યાં સુધી રાગદ્વેષ યાને કષાયનું કંઈ પણ અસ્તિત્વ હોય ત્યાં સુધી તે આત્માનું શુદ્ધ નિરુપાયિક સ્વરૂપ હોવું ઘટે નહિ. જ્યારે રાગદ્વેષ અથવા કષાય માત્રને અત્યંતભાવ થાય, તેમને સર્વથા લેપ થયાથી કદાપિ પ્રાદુર્ભાવ થાય જ નહિં ત્યારે જ તે આત્માનું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપ પ્રગટયું કહી શકાય.
જેમ શુદ્ધ એવા સ્ફટિક રત્નની ઉપર રાતું ફૂલ મૂકવામાં આવે તે તે આખું રત્ન રાતું જ દેખાય છે, અને કાળું ફૂલ મૂકવામાં આવે તે તે સઘળું કાળું જ દેખાય છે, તેમ નિશ્ચયથી શુદ્ધ એવા આત્માને પણ શુભાશુભ કર્મયોગે રાગદ્વેષને પરિણામ હાવ ઘટે છે, એટલે કે શુભાશુભ કર્મ એ આત્માને કલંકરૂપ છે, તેથી જ આત્માને રાગદ્વેષમય પરિણામ સંભવે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી જ નથી. જીવ જે ક્ષણમાં રાતે અને ક્ષણમાં તાતો થાય છે તે તેણે પોતે જ કરેલાં કર્મના યેગે જ. કર્મકલંકન સર્વથા અભાવ થયે છતે તો રાગદ્વેષ યા કષાયને પ્રાદુર્ભાવ હોઈ શકે જ નહિં. જ્યાં સુધી કર્મકલંકના સદભાવે રાગદ્વેષ યા કષાયને કંઈ પણ સદ્ભાવ હોય ત્યાં સુધી શુદ્ધ નિશ્ચયનયથી આત્મા શુદ્ધ ધમી કહેવાય જ નહિં; કેમકે કર્મ તે આત્માને કલંકરૂપ છે, અને શુદ્ધ આત્મામાં છે તેવું કલંક સર્વથા હોવું ઘટે જ નહિં. કર્મથી જ વિભાવ-પ્રવૃત્તિરૂપ ઉપાધિ સંભવે છે, અને આત્માના શુદ્ધ સ્વરૂપમાં એવી ઉપાધિ