________________
[૨૩૮]
શ્રી કપૂરવિજયજી અથવા વૃદ્ધિનાં કારણ હેવાથી દ્રવ્યકર્મ કહે છે. નિશ્ચયનયથી જોતાં તે શુદ્ધ સ્વરૂપમાં એવી ઉપાધિ સંભવતી જ નથી, પરંતુ વ્યવહારનયથી સાંસારિક અવસ્થામાં તેવી ઉપાધિ પણ હેવી ઘટે છે. નિશ્ચયનયથી તે આત્માનું સ્વરૂપ સહજ નિરુપાધિક જ છે, પરંતુ વ્યવહારનયથી એવો ઉપાધિ સંબંધ જીવને અનાદિ કાળનો હેવ ઘટે છે તે ઉપાધિ સંબંધ છે કરવાને અને અનુક્રમે શુદ્ધ નિરુપાયિક સ્વરૂપે પ્રગટ કરવાને યાને પ્રાપ્ત કરવાને પ્રબળ પુરુષાર્થની જરૂર છે. જેમ જેમ ભવ્ય આત્મા આપવચન અનુસારે સહજ નિરુપાધિક સ્વરૂપને સાધવા અનુકૂળ સાધનનું સેવન કરતે જાય છે તેમ તેમ સ્વપુરુષાર્થના પ્રમાણમાં પૂર્વોક્ત ઉપાધિસંબંધને એ છે કરીને અનુક્રમે શુદ્ધ નિપાધિક સ્વરૂપને સિદ્ધ કરવાને તે સમર્થ થાય છે. શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ પોતે જ ઉક્ત બાબતનું આ પ્રમાણે અન્ય સ્થળે સમર્થન કરે છે– જેમ નિર્મળતા રે રત્ન ફાટિતણું, તેમ જે જીવ સ્વભાવ; તે જિન વીરેરે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાય અભાવ. શ્રી સી. જેમ તે રાતે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પુણ્ય પાપથી રે તેમ જગ જીવને, રાગદ્વેષ પરિણામ. શ્રી સી. ધર્મ નવિ કહિયે રે નિચે તેહને, જેહ વિભાવ વડ વ્યાધિ; પહેલે અંગેરે એણુપેરે ભાખિયું, કમેં હેય ઉપાધિ. શ્રી સી. જે જે અંશે રે નિપાલિકપણું, તે તે જાણે રે ધર્મ; સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણાથકી, જાવ લહે શિવશર્મ. શ્રી સી. એમ જાણુને રે શાનદશા ભજી, રહિયે આપ સ્વરૂપ; પરપરિણતિથી રે ધર્મ ન છાંડિયે, નવિ પડિયે ભવધૂપ. શ્રી સી.