________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૩૭] કૃતઘ થાય છે તે અધમ જીવોને કદાપિ પણ ઉદ્ધાર થવો સંભવતો નથી. તેઓને તેવાં પાપાચરણથી કદાપિ સમાધિ થઈ શકતી નથી. તેઓ તો કેવળ અધોગતિના જ અધિકારી હેવાથી
જ્યાં ત્યાં જ્યારે ત્યારે અસમાધિને જ પ્રાપ્ત કરે છે. આવા દૂષિત અને અન્ય લેકોના હિતમાં જ વધારો કરે છે. પોતે જ અસમાધિગ્રસ્ત છતાં અન્યને સમાધિભૂત શી રીતે થઈ શકે? “વઘ દ્રિત અવં ઘરાવા શં ?” પોતે જ નિધન હોય તે અન્યને ધનાઢય કરવાને શી રીતે સમર્થ થાય? આ પ્રમાણે સ્વપરનું હિત કરવાને બદલે અહિત જ કરનાર પામર પ્રાણની સંસારસંતતિ વધતી જ જાય તેમાં આશ્ચર્ય શું ? આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાયા વિના અને પિતાનું ખરું કર્તવ્ય જાણ્યા વિના જીવને અનેક ભવમાં ભટકવું પડે છે, માટે શાસ્ત્રકાર પોતાનું શુદ્ધ સ્વરૂપ જણાવતા સતા આ પ્રાણ પિતાનું શુદ્ધ સ્વરૂપ કેમ જાણી શકતો નથી, તેનું કારણ કહે છે. ૫
શુદ્ધ સ્ફટિક રત્ન જેવું નિર્મળ હોય છે તેવું જ નિર્મળ આત્માનું સહજ સ્વરૂપ છે. તેવા શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપમાં કંઈ પણ ઉપાધિ સંભવતી જ નથી. આત્માના એવા શુદ્ધ સ્વરૂપને સાતિશય જ્ઞાની પુરુષો સાક્ષાત્ અનુભવે છે-જુએ છે, પરંતુ કર્મરૂપ ઉપાધિસંબંધ લાગે છે જેમને એવા જડ લેક તેવા શુદ્ધ સ્વરૂપમાં મૂંઝાય છે. આત્માના શુદ્ધ નિપાયિક સ્વરૂપની તે યથાર્થ પ્રતીતિ યા અનુભવ કરી શક્તા નથી, જેથી જડ જીવો મૂંઝાય છે, તે કર્મરૂપ ઉપાધિવડે જ મૂંઝાય છે. રાગદ્વેષ અથવા ક્રોધાદિક કષાયને જ્ઞાની પુરુષે ભાવકર્મ કહે છે, અને જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેહનીય, નામ, આયુ, ગેત્ર અને અંતરાય એ આઠેને પૂર્વોક્ત રાગાદિકની ઉત્પત્તિનાં
અને શાન
સહનીય
સિન