________________
[૨૩૬ ]
શ્રી કપૂરવિજયજી સતત સહેવાં પડે છે. તિર્યંચગતિમાં પણ પરાધીનપણે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, બંધન, છેદન અને વધ સંબંધી મહાઆપદા તેમને સહેવી પડે છે. દૈવવશાત્ મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય તે પણ દુઃખદારિદ્ર અને દીનતાવાળી જ સ્થિતિ અનુભવવી પડે છે, અને દેવગતિમાં ઉત્પન્ન થાય તે કિત્વિષિક અથવા આભિગિક દેવપણે તેમને વિટંબના સહેવી પડે છે. આમ કોઈ પણ ગતિમાં તેમને પૂર્વકૃત પાપના યોગે ક્ષણભર પણ સ્વતંત્ર સમાધિ-સુખ પ્રાપ્ત થતું જ નથી. વળી ઉક્ત ચારે ગતિમાં એવાં એવાં અઘેર દુઃખ તેમને અનેક વાર અનુભવવાં પડે છે. વડનાં બીજની પેરે તેમના દુઃખની પરંપરા વધતી જ જાય છે. તેવી નિરાધાર સ્થિતિમાં તેમને કોઈ પણ ત્રાણ-શરણ કે આધારભૂત થતું જ નથી. શાસ્ત્રકારે યુદ્ધ કહ્યું છે કે –
धर्मेणाधिगतैश्वर्या धर्ममेव निहंति यः। कथं शुभायतिर्भावी, स स्वामिद्रोहपातकी ।।
ધર્મવડે જ મોટાઈ પામ્યા છતાં, ધર્મવડે જ પ્રજા પ્રતિષ્ઠા, માનમરતબો પામ્યા છતાં અને ધર્મ વડે જ વિવિધ અદ્ધિસિદ્ધિ સાંપડયા છતાં જે મૂઢમતિ ધર્મનો જ અનાદર કરે છે તેવા પાપી સ્વામીદ્રોહીનું શ્રેય શી રીતે થઈ શકે ?” કૃતજ્ઞ માણસે તે ઉપગારીને ઉપગાર એક ક્ષણ પણ નહિ વિસારતાં તે ઉપગારીને બની શકે તેટલો બદલે વાળવા એક ક્ષણ પણ પ્રમાદ કરો ઘટે નહિ. છેવટ સ્વઉપગારીની આજ્ઞાનું સારી રીતે પ્રતિપાલન કરીને પણ પોતે કૃતાર્થ થવું જોઇએ. કઈ રીતે સ્વઉપગારથી વિરુદ્ધ વર્તન કરી કૃતનતાનું કલંક તો વહન ન જ કરવું જોઈએ, છતાં જે તેવા જ વિરુદ્ધ વર્તનથી