________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૩૫ ] લાલસાથી અનેક જનું ઉપમન કરે છે, અન્યને અપ્રીતિકારક અને અહિતકારી એવું અસત્ય બોલે છે, પ્રાણની જેવી પથારી લેખાયેલી પારકી લક્ષમીનું અપહરણ કરે છે, પરસ્ત્રી, કુલાંગના ( કુમારિકા), વિધવા કે વેશ્યાની સાથે વ્યભિચાર સેવે છે, અત્યંત મૂછવડે એક યા અનેક ચીજોને સંગ્રહ કરે છે, ક્રોધાદિક કષાયને સેવે છે, રાગ દ્વેષ કરે છે, પરની સાથે કલેશ પેદા કરે છે, પરની ઉપર ખોટા આળ ચઢાવે છે, પારકી સાચી કે ખોટી ચાડી ખાય છે, ઈનિષ્ટ સંગવિયેગમાં હર્ષ અને ખેદ ધરે છે, પારકી નિંદા કરે છે તેમજ પિતાના વખાણ કરે છે, માયામૃષાને સેવે છે–વિશ્વાસઘાત કરે છે અને મિથ્યાત્વશલ્યને સેવે છે–નહિં માનવાનું માને છે, નહિં કહેવાનું કહે છે અને નહિં કરવાનું કરે છે–આ પ્રમાણે અઢારે પાપસ્થાનકને અહોનિશ સેવીને પોતાના આત્માને મલિન કરનારા અવિવેકી જી પૂર્વપુણ્યને પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીને દુરુપયોગ કરીને અંતે અધોગતિને જ પામે છે. નરકગતિમાં પરમાધામીએ તેમને વિધવિધ પ્રકારે પીડા કરે છે. બળ્યા ઉપર ખાર દેવાની જેમ તે તેમને પૂર્વનાં પાપકૃત્યેનું સ્મરણ કરાવીને સંતાપે છે. તેઓની ત્યાં જે જે વિટંબના થાય છે તેનું યથાર્થ ખ્યાન કરવાને કોઈ સમર્થ નથી. પરમાધામકૃત વિડંબના ઉપરાંત ક્ષેત્ર સંબંધી અને અ ન્યજન્ય જે જે વ્યથા ત્યાં તેમને સહેવી પડે છે તે સાંભળતાં પણ શ્રોતાજનનું કોમળ હૃદય કંપે છે. છેદન, ભેદન, તાડન અને તજન વિનાનો એક ક્ષણ પણ એ ભાગ્યે જ જાય છે કે જેમાં તેમને કંઈ પણ વિશ્રાંતિ મળતી હોય. વચન. થી વર્ણવી ન શકાય એવાં એવાં અઘોર દુઃખ તેમને ત્યાં