________________
[૩૪].
શ્રી કરવિજયજી ફક્ત તત્વદષ્ટિ જીવે જ સુખી છે. ગમે તેવા સમવિષમ સંગમાં સમભાવે વર્તવાથી તેમને દુઃખનું કારણ રહેતું નથી. જે મૂઢ પ્રાણી સાંસારિક માયામાં મૂંઝાઈ જઈ તેમાં “અહંતા અને મમતા ” માની બેસે છે તેમને જ દુઃખને અવકાશ રહે છે. જે તત્વજ્ઞાની તેવા મિથ્યાભિમાનથી મુક્ત થયા છે તેઓ તે સદા સુખી જ છે. સંસારવ્યવહારમાં રહ્યા છતાં પણ તેઓ તેમાં લેપાતા જ નથી. જીવ જ્યારે મોહવશ થઈ પરવસ્તુમાં
અહંતા અને મમતા” માને છે ત્યારે જ તેને સંગે રાગ, રતિ કે હર્ષ થાય છે, અને તેને જ વિગ થતાં દ્વેષ, અરતિ કે ખેદ થાય છે, પણ જે મહાશય પ્રથમથી જ વિવેકવડે પરવસ્તુમાં મિથ્યા “અહંતા અને મમતા” માનતા જ નથી તે શુભાશયને સમતા પરિણામથી રાગ-દ્વેષ, રતિ–અરતિ કે હર્ષ–ખેદને પ્રસંગ જ નહીં હોવાથી દુઃખ કયાંથી હોય ?
જેમ દારુડીયા લેકે દારુ પીવાના સ્થાનમાં એકઠા મળી દારુના યાલા પીને ગાંડા-મદેન્મત્ત બની છડેચોક અનેક પ્રકારની કુચેષ્ટા કરે છે, નહિં બોલવા ગ્ય બોલે છે અને નહિં કરવા ગ્ય કરે છે એમ અનેક પ્રકારની વિપરીત ચેષ્ટા દારૂના નશામાં કરે છે, તેમ નાના પ્રકારના માઠા સંકલ્પ અને વિકલ્પવડે મેહને વશ થયેલા મૂઢ છે આ સંસારરૂપી વિશાલ નગરીના ચતુતિરૂપ ચૌટા, એકેંદ્રિયાદિ જાતિરૂપ પાડા અને ૮૪ લક્ષ છવાયેનિરૂપ વિવિધ ઉત્પત્તિસ્થાનમાં વારંવાર જન્મમરણાદિકનાં દુઃખને દેવાવાળાં રાગદ્વેષ, રતિ અરતિ આદિ ૧૮ પાપસ્થાનકોને અહનિશ સેવ્યા કરે છે. જેને કંઈ પણ હિતાહિતનું ભાન જ નથી એવા વિવેકવિકળ અજ્ઞાની છે તુચ્છ એવા વિષયસુખને માટે ક્ષણિક સુખની