________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૩૩] શુભાશુભ પદાર્થમાં કેમ મૂંઝાય ? જેણે કર્મનું સ્વરૂપ બારીકીથી જાણ્યું છે તેને તેવા કોઈ પણ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં વિવેકદ્રષ્ટિથી વર્તતા મૂંઝાવાનું કશું કારણ નથી. જેમ મદિરાપાનથી મત્ત થયેલ માનવી જ્યાં ત્યાં ભટકતે ગોથાં ખાતે વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે તેમ મેહમાયામાં મૂંઝાયેલા પ્રાણ આ સંસારચક્રમાં અરહા૫રહા અથડાઈને ભારે
વ્યથા અનુભવે છે. જ્ઞાની પુરુષે આ સંસારને એક મોટા વિશાળ નગરની ઉપમા આપે છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિરૂપ તેના ચાર ચાટા છે, એકેંદ્રિયાદિરૂપ પાડા (પળ) છે, અને ૮૪ લક્ષ છવાજેનિરૂપ જૂદાં જુદાં સ્થાન છે. તેમાં ભિન્નભિન્ન જી નાટકીયા (પાત્ર) છે, અને મેહ સૂત્રધાર છે. મોહ તેમને જેમ નચાવે છે તેમ તે બાપડા નાચે છે. ૮૪ લક્ષ છવાયેનિમાં વારંવાર જન્મ લેવારૂપ નવા નવા વેષ ધારણ કરીને તેઓ બાલ, તરુણ અને વૃદ્ધ અવસ્થાને અથવા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવી અનેક પ્રકારની અવસ્થાને સૂત્રધારની આજ્ઞા મુજબ ભજવી દેખાડે છે. આવા વિચિત્ર નાટકને તટસ્થપણે જેનારા તત્વદષ્ટિ એવા જ્ઞાની પુરુષો જ છે. તેઓ સારી રીતે અનુભવપૂર્વક જાણે છે કે સર્વે સંસારી અને સૂત્રધારની આજ્ઞા મુજબ નાચવું જ પડે છે, તેથી તે બાપડા અનાથ જીવોની પુનઃ પુનઃ જન્મ ધારણ કરવારૂપ દુર્દશા થાય છે. ક્ષણમાં હસે છે તે ક્ષણમાં રૂએ છે, ક્ષણમાં રતિ તે ક્ષણમાં અરતિ, ક્ષણમાં હર્ષ તે ક્ષણમાં ખેદ, એવી વિચિત્ર સ્થિતિ તેમને પરવશપણે અનુભવવી પડે છે. એવી વિષમ સ્થિતિ મોહમૂઢ માનવીઓને તે શું પણ મેહવશવતી દેવાદિકને પણ અનુભવવી જ પડે છે. આવી દોરંગી દુનિયામાં