________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૨૯ ] ભવે છે. વિવેકદ્રષ્ટિ જીવ સ્વાધીન પણે સુખશીલતાને તજી બહારથી ક્રિયાકર્ણને સહે છે, પરંતુ અંતરમાં ઉત્તમ શાંતિને જ અનુભવ કરે છે. મેહાંધ છો ગમે તેવા કષ્ટને સહીને પરવસ્તુને સંચય કરી તેમાં મમતા બાંધી, અંતે તેને અહીં જ રહેવા દઈ પ્રાણત્યાગ કરીને દુરંત સંસારચક્રમાં ફર્યા કરે છે ત્યારે વિવેકદ્રષ્ટિ જનો જેમ બને તેમ પરપ્રવૃત્તિ તજી, તેથી ન્યારા રહી, ગમે તેવાં દુઃખને સ્વાધીનપણે સહન કરી, નિવૃત્તિને સેવી, સંસારને અંત કરી અવિચળ સુખને માટે જ યત્ન કરે છે. મોહજાળને તજી શુદ્ધ નિષ્ઠાથી આત્મસાધન કરનારને જ અંતે અક્ષય અવિચળ સુખ મળે છે. મેહ તજ્યા વિના સંયમક્રિયા પણ કલેશરૂપ જ થાય છે, અને મેહ તજી વીતરાગભાવ ભજ્યાથી સંયમ માત્ર સુખદાયી થાય છે, એમ સમજીને સદભાગ્ય પ્રાપ્ત થયેલી સર્વ શુભ સામગ્રીને સફળ કરવા, સગુરુની આદરપૂર્વક સેવાભક્તિ કરી, સદુપદેશ સાંભળી, આદરી, મિથ્યાભિમાન તજી, અહંતા મમતાને નિવારી, સ્વહિત સાધવા સાવધાન થવું ઘટે છે. હવે જે ભવ્ય પ્રાણી સંસારની મેહનીથી જ ન્યારો રહેવા ધારે છે તે ન્યારે પણ રહી શકે છે એમ શાસ્ત્રકાર બતાવે છે. ૨.
વિવિધ પ્રકારના શુભાશુભ કર્મના પ્રભાવે જીવને જૂદા જૂદા અનુકૂળ અને પ્રતિકૂળ સંગે સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય છે. તેમાં જે વિવેકદષ્ટિથી નહિં મૂંઝાતા તટસ્થ થઈ રહે છે તેમાં મિથ્યાભિમાનથી મૂઝાઈ જઈ અહંતા મમતા ધરતા નથી, હર્ષશેકને તજી સમભાવે રહે છે અને કત્વપણું તજીને કેવળ સાક્ષીપણું જ સેવે છે તેમ સમભાવી જનેને તેને પ્રસંગે કંઈ પણ હાનિ થતી નથી. જેમ આકાશને કંઈ પણ