________________
[ ર૨૮]
શ્રી કરવિજયજી યાકે પિતા મેહ દુઃખ ભ્રાતા, હેત વિષયરતિ માસી, ભવ સુત ભરતા અવિરતિરાની, મિથ્યા મતિ એ હાંસી. ચેતન ૮ આસા છાર રહે જે જોગી, સે હવે શિવવાસી: ઉનકે સુજસ બખાને જ્ઞાતા, અંતરદષ્ટિ પ્રકાસી. ચેતન- ૯ આ મિથ્યાભિમાન તજી જે મેહમમતાને તિલાંજલિ દે છે, તે નમ્ર આત્મા નિર્મોહી થઈને જે સહજ સમાધિસુખને અનુભવ કરે છે તેને આ પદમાં કંઇક ચિતાર આપ્યો છે. તેમજ જે મિથ્યા અભિમાનથી “હું ને મારું” કરી કરીને મરે છે એવા મોહમૂઢ પ્રાણની જે વિડંબના થાય છે તેને પણ આલેખ કર્યો છે. મેહમમતાથી રહિત વિવેકી આત્મા જેમ જેમ પરપુગલની આશા છેડી ઉદાસીનતા ધારે છે તેમ તેમ તેની નિ:સ્પૃહતાથી સર્વ સંપત્તિ તેને વશ થતી જાય છે, પરંતુ જે મોહવશ થઈ પરની આશા રાખે છે તેને તો પરાધીનતાથી દુઃખ માત્ર પ્રાપ્ત થાય છે, એમ સમજીને જ સુસાધુ જન જગતથી ઉદાસ થઈ રહે છે.
જે જોગ-સંન્યાસને ધારી પર આશા રાખે છે તે જગતમાં ઊલટા હાંસીપાત્ર થાય છે. જેણે પિતાનું શુદ્ધ સ્વરૂપ પિછાન્યું છે, જેને આત્માને સહજ અનુભવ થયે છે અને જેને આત્મામાં જ રતિ લાગી છે એ સહજાનંદી પુરુષ તે પારકી આશા કરતો જ નથી. મહાસક્ત જીવ ગમે તેવી કઠિન કરણ કરે તે પણ તેને મોક્ષ થતો નથી અને મેહ રહિત-નિર્મોહીનું સહજમાં કલ્યાણ થાય છે. મેહવિકળ જીવની જગતમાં વિવિધ વિડંબના થાય છે, તેને મૃગતૃષ્ણા સમ બાહ્ય સુખ સાચાં ભાસે છે, પરંતુ તે પરિણામે ભારે અશાંતિ અનુ