________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૭] પણ તત્ત્વથી “હું” કે “મારું” નથી, અને હેઈ પણ શકે નહિ. શુદ્ધ ચેતનદ્રવ્ય વિના અને શુદ્ધ જ્ઞાનગુણ વિના બાકીનું બધું “પર” છે, અને તે પર હેવાથી જ પિતાને કંઈ પરમાર્થથી ઉપયોગી નથી. આવા પ્રકારની જ્ઞાનદષ્ટિ કહે કે વિવેકદ્રષ્ટિ કહે તે મેહનું મૂળ કાઢવાને પ્રબળ શસ્ત્ર સમાન છે, તેથી દરેક મોક્ષાભિલાષી ભવ્ય જનોએ મહિને નિર્મૂળ કરવાને એવી દષ્ટિ ધારણ કરવાની ખાસ જરૂર છે. એવી જ્ઞાનદષ્ટિથી આત્માને થતો અપૂર્વ લાભ તથા તેની ખામીથી થતી હાનિ શાસ્ત્રકારે પોતે જ અન્ય સ્થળે સ્પષ્ટ કરી બતાવેલ છે, તેનું મનન કરવા માટે તે પદ નીચે ટાંકી બતાવ્યું છેચેતન ! જે તું જ્ઞાન અભ્યાસી, ચેતન, આપહિ બાંધે આપહિ છારે નિજ મતિ શક્તિ બિકાસી. ચેતન- ૧ જે તું આપસ્વભાવે ખેલે, આસા છાર ઉદાસી; સુર નર કિનર નાયક સંપતિ, તે તુજ ઘરકી દાસી. ચેતન- ૨ મેહ ચાર જન ગુન ધન લૂસે, દેત આસ ગલ ફાંસી; આશા છોર ઉદાસ રહે જે, સે ઉત્તમ સંન્યાસી. ચેતન૦ ૩ જેગ લઈ પર આસ ઘરત હે, યાહી જગતમેં હાંસી; તું જાને મેં ગુનકું સંચું, ગુન તે જાતે નાસી. ચેતન ૪ પુદ્ગલકી તું આસ ધરત હે, સે તો સબહિ બિનારસી; તું તો ભિન્ન રૂપ હે ઉનતે, ચિદાનંદ અવિનાશી. ચેતન- ૫ ધન ખરચે નર બહુત ગુમાને, કરવત લેવે કાસી; તેથી દુઃખકે અંત ન આવે, જે આસા નહિં ઘાસી. ચેતન- ૬ સુખજલવિષમવિષય મૃગતૃષ્ણા, હેત મૂઢમતિ પ્યાસી વિભ્રમ ભૂમિ ભઈ પરઆસી, તું તે સહજ વિલાસી, ચેતન- ૭