________________
[૨૬]
શ્રી કપૂરવિજયજી મોહનું જોર વિશેષ હોય છે ત્યાં સુધી જીવને ગુણરુચિ અથવા શુદ્ધ ધર્મરુચિ થતી નથી. પણ ઊલટે જેમ કાગડે અશુચિ ઉપર જઈને બેસે છે તેમ તેને અવગુણ જ પ્રિય લાગે છે, પરના અવગુણ જ શેતે ફરે છે, પરના અવગુણ ગાય છે અને પિતે અવગુણ સેવતે જાય છે. જ્યારે જીવને કવચિત્ ભાગ્યયોગે સદ્દગુરુની કૃપાથી જ્ઞાનદષ્ટિ જાગે છે ત્યારે તેને સ્વાભાવિક રીતે સદ્દગુણરુચિ, પરગુણગ્રહણ, સ્વદેષશોધન અને સ્વદેષને ત્યાગ કરવા સહજ આત્મપ્રેરણું થાય છે, ત્યારે જ જીવની ખરી ભાગ્યરેખા જાગી સમજવી કે જ્યારે તે આત્મપ્રેરણાથી જ મિથ્યાભિમાન, અહંતા અને મમતા તજીને, નમ્રવૃત્તિ ધારી સ્વહિત સાધવા સન્મુખ થાય, “હું અને મારું” એવા મેહના મહામંત્રથી સર્વ કે વિડંબના પામ્યા છે તેથી બચી જાય તે જ ખરો ભાગ્યશાળી છે. મોહથી બચવાનો ખરો ઉપાય શાસ્ત્રકાર સ્પષ્ટ રીતે બતાવે છે. ૧.
શુદ્ધ આત્મદ્રવ્ય એ જ “હું” છું અને શુદ્ધ જ્ઞાન ગુણ એ જ “મારું” છે. શુદ્ધ આત્મદ્રવ્યથી જુદે કઈ “હું નથી” અને શુદ્ધ જ્ઞાન ગુણથી જૂદું કંઈ “મારું નથી.” એવું યથાર્થ ભાન, એવી યથાર્થ શ્રદ્ધા, એવો યથાર્થ વિવેક એ મોહનું વિદારણ કરવા માટે તીક્ષણ શસ્ત્ર છે. શુદ્ધ પદ હોવાથી “હું” એ વસ્તુગતે કંઈ વસ્તુ તે હેવી જ જોઈએ, તેમજ “મારું” એ એક પદવાળી “હું” સંબંધી કંઈ પણ છતી વસ્તુ હેવી સંભવે છે. તે “હું” અને તે “મારું શું છે, તેને શાસ્ત્રકાર પોતે જ ખુલાસો કરે છે. અસંખ્યાત પ્રદેશમય શુદ્ધ ચેતન દ્રવ્ય તે “હું” છું, અને તે શુદ્ધ ચેતનદ્રવ્ય સંબંધી શુદ્ધ જ્ઞાનગુણ તે “મારું” છે. તે સિવાય કંઈ